હિન્દુ ઓળખ અપનાવીને દાંપત્ય જીવન ગુજારવાના વાયદે વકીલ રહીમ શેખે દલિત યુવતીનું શોષણ કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026  |   2871

દલિત સમાજમાંથી આવતી વકીલ યુવતી સાથે મિત્રતા બાદ રહીમ શેખે પ્રેમની વાતોમાં ભોળવી હતી. મને હિન્દુ ધર્મ પસંદ છે, હું હિન્દુ નામ ધારણ કરી રહેવા તૈયાર છું એમ કહી રહીમ શેખે માથે સિંદુર લગાવી, મંગળસૂત્ર પહેરાવી લગ્નનું તરકટ કર્યા બાદ તેણીનું શારીરિક શોષણ કરવા માંડ્યું હતું. સાત વર્ષ સુધી પતિ પત્ની તરીકેના સંબંધોમાં રહ્યા બાદ રહીમે તેના સિનિયર વકીલની ડિવોર્સી દીકરી સાથે લગ્ન કરી લીધા હતાં. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર કતારગામના પ્રભુ નગર વિસ્તારમાં રહેતી વનિતા (નામ બદલ્યું છે) વ્યવસાયે વકીલ છે. એપ્રિલ ૨૦૧૮માં તેણીને તેના એડવોકેટ મિત્ર મયંક ચૌહાણના મિત્ર રહીમ રઝાક શેખ સાથે મુલાકાત થઇ હતી. કોર્ટ સંકુલમાં મળેલા એડવોકેટ રહીમે તેની ઓળખ મયંકના મિત્ર તરીકે આપી મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બીજા દિવસે રહીમ શેખે વનિતાને કોલ કરી કલેક્ટરને આપવા માટે એક આવેદન પત્ર ડ્રાફ્ટ કરાવ્યું હતું.

આ કામ તે અવાર નવાર વનિતાને કોલ અને મેસેજ કરતો રહ્યો હતો. વનિતા પણ વકીલ મિત્ર તરીકે તેને સાહજીકતાથી જવાબ આપતી હતી. ત્યારબાદ રહીમે ધીરે ધીરે તણીનો સંપર્ક વધાર્યો અને ઓફિસે આંટાફેરા કરવા માંડ્યો હતો. રહીમે એવું કહ્યું કે મારી પાસે કામ કરવા માટે ઓફિસ નથી, હું તમારી સાથે ઓફિસમાં કામ કરવા માંગુ છું. વનિતાએ પહેલા ના પાડી હતી. જાે કે, ચારેક મહિના સુધી રહીમ તેણીને મળી સાથે કામ કરવાની વાત કરતો રહ્યો હતો. જેમાં વનિતા પીગળી અને ૨૦૧૮માં કતારગામ વિસ્તારમાં સહિયારી ઓફિસ શરૂ કરી હતી.

એક જ ઓફિસમાં કામ કરવા દરમિયાન રહીમે વનિતાને કહ્યું કે, હું ભલે મુસ્લિમ છું, પરંતુ હિન્દુ ધર્મ બાબતે ઘણી જાણકારી ધરાવું છું. હિન્દુ ધર્મ અંગે મને ઘણો પ્રેમ છે. આ રહીમ શેખ ઓફિસમાં સત્ય નારાયણની કથા-પૂજામાં વનિતા સાથે બેઠો હતો. ત્યારબાદ ગણેશોત્સવ વેળા તે શ્રીજીની પ્રતિમા લેવા વનિતાની સાથે ગયો હતો. ગણેશ સ્થાપન પૂજામાં પણ તે બેઠો હતો. નવરાત્રિના તહેવાર દરમિયાન તે વનિતા સાથે ગરબા રમવા પણ જવા માંડ્યો હતો.

આ દરમિયાન રહીમ શેખે જણાવ્યું હતું કે, મને બધા રોહન તરીકે ઓળખે છે, હું તારી સાથે હિન્દુ રીત રિવાજ મુજબ લગ્ન કરવા માંગુ છું. હું મારૂ નામ રહીમ માંથી રોહન કરી હિન્દુ બનીને રહેવા તૈયાર છું. રહીમની વાતમાં આવી ગયેલી વનિતાએ હા પાડી હતી. બાજમાં ઓગસ્ટ ૨૦૧૮માં રહીમે ઓફિસમાં જ વનિતાની માંગમાં સિંદૂર પુરી મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. તેણે આપણે સેટ થઇ જઇશું ત્યારબાદ ધામ ધૂમથી લગ્ન કરીશું એવું પણ કહ્યું હતું. ત્યારબાદ રહીમ વનિતા સાથે પતિની જેમ જ વર્તતો હતો. વનિતા સાથે તે ઓફિસમાં જ શરીર સંબંધ બાંધવા માંડ્યો હતો.

આ દરમિયાન રહીમ શેખ તેણીને તેના સીનીયર એડવોકેટ અબ્દુલ વહાબ શેખના નાનપુરા સ્થિત ઘરે પણ લઈ જવા માંડ્યો હતો. તેમની પત્ની નસરીન અને દીકરીઓ મારૂકા અને મારીયા સાથે પણ વનિતાનો ઓળખ પરિચય કરાવ્યો હતો. અબ્દુલ વહાબ તથા તેમના પત્ની નસરીને વનિતાને કહ્યું કે, રહીમના માતા-પિતા નંદુરબાર ખાતે રહે છે. એટલે અમે જ તેના માતા-પિતાની જગ્યાએ છીએ, અને અમે તમારા બંન્નેના લગ્ન કરાવી આપીશુ. રહીમ શેખ હવે તેણીને પત્નીની જેમ રાખતો અને સાપુતારા, ગોવા, કુલુ મનાલી વિગેરે સ્થળે ફરવા લઈ જઈ શરીર સંબંધ બાંધતો રહ્યો હતો.

થોડા સમય બાદ રહીમનું વર્તન બદલાઈ ગયું હતું. એવામાં વનિતાને જાણવા મળ્યુ કે, રહીમ શેખને તેના સિનિયર વહાબ શેખની ઓફીસની અન્ય સ્ત્રી સાથે અફેર છે. તેઓ વેસુ બાજુની કોઈ હોટલમાં પકડાઈ જતા, ત્યાં બહુ મોટો બખેડો થયો હતો. વનિતાએ આ મામલે પૂછતાં રહીમે તેણીની માફી માંગી હવે પછી આવું કોઈ પણ કૃત્ય કરશે નહી એવા સોગંદ લીધા હતાં. જાે કે, માર્ચ ૨૦૨૬માં રહીમ શેખે તેના સિનિયર વહાબ શેખની ડિવોર્સી દીકરી મારૂકા સાથે નિકાહ કરી લીધા હતાં. આ વાતની જાણ થતાં વનિતાએ પૂછ્યું તો તો તેણે જણાવ્યું હતું કે, હું આટલો બધો હેન્ડસમ અને સ્માર્ટ છું. મને કોઈ પણ છોકરી મળી શકતી હતી. પણ વહાબ શેખે મને ખુબ જ દબાણ કરી જણાવ્યું હતું કે, મારી દિકરી મારૂફા ઘણા વર્ષોથી છૂટાછેડા લઈને ઘરે બેસેલ છે. અને તેના બીજે કયાંક લગ્ન

થતા નથી. એટલે તું તેની સાથે નિકાહ કરી લે, હું તારી લાઇફ સેટ કરી દઇશ. એટલે મારે મજબુરીમાં તેની સાથે નિકાહ કરવા પડેલ છે. પણ તું ટેન્શન નહી લે, હું તેને તલાક આપીને તારી સાથે લગ્ન કરીશ. રહીમની આ વાત પણ વનિતાએ માની અને તેની સાથેના સંબંધ ચાલુ રાખ્યા હતાં. બીજી તરફ રહીમ તેણીને દબાવવા માંડ્યો હતો. રહીમ શેખ તેણીને તારે કોઇની સાથે વાતો કરવાની નહી, મારા સિવાય તને કોઇનો કોલ આવવો જાેઇએ નહીં એમ કહીને માનસિક ત્રાસ ગુજારવા માંડ્યો હતો. નાની નાની વાતે લડાઈ ઝઘડા કરવા સાથે જ્ઞાતિ વિષયક ગાળો દઈ અપમાન કરવા માંડેલા રહીમ રઝાક શેખ સામે આખરે વનિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution