લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2026 |
3663
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સરકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દ્વારા જમીનની હિસ્સા માપણીની કામગીરી વ્યવસ્થિત પૂરી કરવા અને કોઇ વાંધા વચકા ન નીકળે ના મુદ્દે અરજદાર પાસેથી ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં નડિયાદ બસ સ્ટેન્ડ નજીક છટકું ગોઠવી એસીબીએ સર્વેયર ને લાંચ ની રકમ લેતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર નડિયાદ ખાતે આવેલ જમીન દફતર કચેરીના લાયસન્સ સર્વેયર દિલીપસિંહ ચૌહાણે જમીનની માપણી ની કામગીરી પૂર્ણ કરવા અને ભવિષ્યમાં કોઈ વાંધા વચકા ન નીકળે તેવા આશયથી અરજદાર પાસે ૯૦ હજાર ની લાંચ ની માંગણી કરતાં અરજદારે એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવી નડિયાદ બસ સ્ટેન્ડ નજીક નાણાં લેતાં દિલીપસિંહ ચૌહાણને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.