06, જુલાઈ 2025
ગીર |
2673 |
ગીર જંગલમાં સિંહ પરિવારની વેકેશન સફર
ફોટોગ્રાફર શીતલ મિસ્ત્રીએ અદભુત વિડીયો શૂટ કર્યો
ગીર જંગલમાં વેકેશનનો માહોલ છે, અને આ માહોલનો ભરપૂર આનંદ લેતો એક સિંહ પરિવાર પોતાના નાના શાવકો સાથે જંગલની સેર કરવા નીકળ્યો હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો હતો.આ વીડિયો ભલે 15 જૂનનો હોય, જે દિવસે ગીર સફારીનો છેલ્લો દિવસ હતો, કારણ કે ત્યારબાદ ચાર મહિનાનું ચોમાસુ વેકેશન શરૂ થાય છે. હવે 16 ઓક્ટોબરથી ગીર સફારી ફરીથી શરૂ થશે, પરંતુ ત્યાં સુધી વન કર્મચારીઓ સિવાય કોઈ જંગલમાં પ્રવેશ કરી શકતું નથી.આ જ કારણ છે કે, આ વીડિયોમાં સિંહ પરિવાર કેટલી મજાથી આખા જંગલની સેર કરતો દેખાય છે. જાણે સિંહ અને સિંહણ પોતાના શાવકોને કહી રહ્યા હોય કે, "જુઓ આ છે આપણી દુનિયા, જ્યાં તમારે મોટા થઈને રાજ કરવાનું છે." આ અદ્ભુત વીડિયો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર શીતલ મિસ્ત્રીએ વેકેશન શરૂ થાય તેના બરાબર એક દિવસ પહેલા ગીર સફારી દરમિયાન શૂટ કર્યો છે. આટલા સિંહ અને તેમના શાવકોને એકસાથે જોઈને તેઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.