નાન તો બધાંને ભાવતા જ હોય છે. સામાન્ય રીતે તમે રેસ્ટોરાંમાં જમવા જાઓ ત્યારે એક નાનની કિંમત 25-30થી રૂપિયા હોય છે. આવા જ નાન જો આપણે ઘરે બનાવીએ તો આપણને માત્ર 2 જ રૂપિયામાં પડે. આ નાન બનાવવા માટે તંદૂર કે ઓવનની પણ જરૂર નહીં પડે.

સામગ્રી:

250 ગ્રામ મેંદો,પા ચમચી બેકિંગ પાવડર,પા ચમચી મીઠું,ત્રણ ચમચી તેલ,એક થી દોઢ કપ નવશેકું પાણી,જરૂર મુજબ ઝીણું સમારેલું લસણ,જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર.

રીત:

સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો. મેંદામાં પા ચમચી બેકિંક પાવડર અને પા ચમચી મીઠું એડ કરી બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ અંદર બે ચમચી તેલ નાખો અને મિક્સ કરી લો. હવે નવશેકું પાણી થોડું-થોડું એડ કરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટને વધારે મસળવો નહીં, માત્ર બધું મિક્સ કરી કડક લોટ બાંધવો. લોટને બાંધીને ભીના કપડાથી 15 માટે મૂકી દો. 15 મિનિટ બાદ લોટ ચીકણો બની જશે. હવે ઓરસિયા કે કિચન ફ્લોર પર થોડું અટામણ લઈ લોટ મૂકો અને બે હાથથી ખેંચી-ખેંચીને લોટને મસળો. લોટને જેટલો વધુ મસળશો, નાન એટલા જ વધુ સોફ્ટ બનશે. લોટને જેટલો વધું ખેંચશો એટલો જ સારો બનશે નાન. બરાબર મસળી લીધા બાદ આંગળીઓને અંદરની તરફ દબાવી-દબાવીને ગોળો તૈયાર કરો.