મલેશિયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પરકડક નિયમો લાગુ કરી દીધા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026  |   1782


બાળકોની ઓનલાઇન સુરક્ષાને વધુ મજબૂત કરવાના વૈશ્વિક પ્રયાસોના ભાગરૂપે મલેશિયાએ સોમવાર ૧ જૂન ૨૦૨૬થી ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા પર કાયદાકીય પ્રતિબંધ મૂકતા કડક નિયમો લાગુ કરી દીધા છે. જાે કે, આ ર્નિણયને લઈને તમામ પક્ષો સહમત નથી અને કેટલાક નિષ્ણાતોએ ડેટા સુરક્ષા તેમજ યુઝર્સ પર સંભવિત દેખરેખ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

મલેશિયાના કોમ્યુનિકેશન એન્ડ મલ્ટીમીડિયા કમિશનના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલના યુઝર્સની ઉંમરની ચકાસણી આગામી ૬ મહિનાની અંદર શરૂ કરવામાં આવશે. જે યુઝર્સની ઉંમર ૧૬ વર્ષથી ઓછી છે, તેમને તેમના ફોટા, વીડિયો અને અન્ય ડેટા ડાઉનલોડ અથવા ટ્રાન્સફર કરવા માટે ૧ મહિનાનો સમય આપવામાં આવશે. ત્યારબાદ તેમના એકાઉન્ટ બ્લોક કરવા અથવા અન્ય કડક પગલાં લેવામાં આવશે. જાે કે, જાે કોઈ બાળક આ નિયમોને બાયપાસ કરીને એકાઉન્ટ બનાવવામાં સફળ રહેશે, તો તેના માતા-પિતાને કોઈ સજા કરવામાં આવશે નહીં.

મલેશિયા સરકારનું કહેવું છે કે, આ નિયમોનો મુખ્ય હેતુ બાળકોને સાયબર બુલિંગ, નુકસાનકારક કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાના અતિરેકથી બચાવવાનો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution