

પશ્ચિમ બંગાળમાં ભાજપે ધમાકેદાર પ્રદર્શન કરતાં ભવ્ય વિજય નોંધાવ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, અને આ સાથે જ દેશની આઝાદી બાદ રાજ્યમાં પ્રથમ વખત કમળ ખીલ્યું છે. જ્યારે મમતા બેનર્જી અને તેમની તૃણમુલ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ્સ્ઝ્ર ત્રણ આંકડામાં પણ બેઠકો મળવી શકી નથી. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકોમાંથી ભાજપ ૨૦૦ની નજીક પહોંચી ગયું હતું, જ્યારે રાજ્યમાં બહુમતી બનાવીને સરકાર બનાવવા માટે ૧૪૮ બેઠકો જરૂરી હોય છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પરાજય માટે વિશ્લેષકો એન્ટી-ઈકમ્બન્સી જણાવી રહ્યા છે. ભાજપ પણ જાણી ગયો હતો કે મમતા બેનર્જીને હરાવવા માટે ચૂંટણીને ફક્ત શાસન પર જ નહીં પરંતુ લોકોના થાક અને કંટાળા પર આધારિત લોકોમતમાં ફેરવવી જરૂરી હતી. પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીનો ગઢ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની સામેનો આક્રોશ વધી રહ્યો હતો. સમગ્ર બંગાળમાં ભાજપને જેટલી સીટો મળી તે સૂચવે છે કે ઘણા મતદારો જે કદાચ ભાજપ સાથે ભાવનાત્મક રીતે જાેડાયેલા ન હતા પરંતુ તૃણમુલ કોંગ્રેસને પડકારવા માટે તેમણે ભાજપને સક્ષમ પક્ષ તરીકે જાેયો હતો.
બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવામાં સુવેન્દુ અધિકારીની ભૂમિકા પણ ઘણી જ મહત્વની છે. અધિકારી એક સમયે મમતા બેનર્જીના સૌથી નજીકના અને વિશ્વાસુ હતા. જાેકે, હવે તે જ મમતાના રાજકીય વારસા સામે ખતરા તરીકે ઊભરી આવ્યા છે. ભાજપ સુવેન્દુ અધિકારીને મુખ્ય મંત્રી બનાવે તેની શક્યતા વધારે છે. સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં ભાજપના પરાજય બાદ ટીએમસીના કાર્યકરો અને સ્થાનિક ગુંડાઓએ ઘણો આંતક મચાવ્યો હતો. ભાજપના કાર્યકરો અને ઘણા હિંદુ રહેવાસીઓએ હિંસાનો સામનો કરવો પડ્યો હરતો. આજે પશ્ચિમ બંગાળના હિંદુઓ અને ભાજપના કાર્યકરો ખુશ હશે, અને તેનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જાય છે.
વિજયના ઘરમાં વિજયોત્સવ
અભિનેતા વિજયના માતા-પિતા, બાળકો અને પરિવારના અન્ય સભ્યો ડ્રોઇંગ રૂમમાં સાથે બેઠા હતા, સીટી વગાડતા અને પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શનની ઉજવણી કરતા જાેવા મળ્યા હતા. અગાઉ, બીજાે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પરિવાર ખુશીથી કૂદતો જાેવા મળ્યો હતો. ટ્રેન્ડ્સ દર્શાવે છે કે વિજયની પાર્ટી ટીવીકે ૧૦૦ થી વધુ બેઠકો પર આગળ છે. સ્પષ્ટ અર્થ એ છે કે ટીવીકે તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પરિણામે તેના કાર્યકરો પણ ખૂબ ઉત્સાહી છે. તેઓ વિજયના ચિત્રો હાથમાં લઈને ઉજવણી કરી રહ્યા છે.તમિલનાડુમાં વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે ૧૦૨ બેઠકો પર આગળ છે. એઆઈએડીએમકેના ઉમેદવારો ૭૩ બેઠકો પર અને ડીએમકેના ઉમેદવારો ૪૮ બેઠકો પર આગળ છે. તમિલનાડુના પ્રારંભિક વલણોને પગલે વિજયની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા શક્ય પ્રયાસ કરાશે: પીએમ
પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી ગયું છે. ૨૦૨૬ની ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. જનતાની શક્તિની જીત થઈ છે. હું પશ્ચિમ બંગાળની દરેક વ્યક્તિ સામે નતમસ્તક છું.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, જનતાએ મ્ત્નઁને એક શાનદાર જનાદેશ આપ્યો છે અને હું તેમને વિશ્વાસ અપાવું છું કે, અમારી પાર્ટી પશ્ચિમ બંગાળની જનતાના સપનાઓ અને આકાંક્ષાઓને
પૂરી કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે.
સ્ટાલિન-ઉદયનિધિનો ધી એન્ડ, વિજય થલાપતિ સુપરહીટ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના પરિણામોના વલણોમાં દ્રવિડિયન રાજનીતિના ગઢમાં મોટો ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીના આંકડા મુજબ, દાયકાઓથી ચાલી આવતા ડ્ઢસ્દ્ભ અને છૈંછડ્ઢસ્દ્ભના દબદબાને તોડીને સિને સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ(્ફદ્ભ) એ શાનદાર એન્ટ્રી કરી છે. ૨૩૪ બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે ૧૧૮ બેઠકો જરૂરી છે, જેની સામે વિજયની પાર્ટી ૧૦૮ બેઠકો પર આગળ ચાલી રહી છે.
ભવાનીપુર બેઠક પર શુભેન્દુ અધિકારી આગળ,મમતા દીદી હારે તેવા એંધાણ
ભવાનીપુરમાં મમતા બેનરજીને મોટો ઝટકો લાગી શકે છે. આ બેઠક પર ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી મમતા બેનરજીથી ૫૫૪ મતો આગળ ચાલી રહ્યા છે. શુભેન્દુ અધિકારી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, જેમાંથી તેમણે નંદીગ્રામ બેઠક પરથી જીત મેળવી લીધી છે. આ પહેલા ભવાનીપુર બેઠક પર ભારો હોબાળો થતાં ૧૩માં રાઉન્ડથી કાઉન્ટિંગ અટકાવી દેવાયું હતું. આ દરમિયાન મમતા બેનરજી ૨૯૨૯ મતોથી આગળ હતા, ત્યારપછી ફરી કાઉન્ટિંગ શરૂ થતા શુભેન્દુ અધિકારી આગળ નીકળી ગયા છે. ભવાનીપુરમાં કાઉન્ટિંગ સેન્ટર પર મમતા બેનરજી અને શુભેન્દુ બંને હાજર છે.
આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગૌરવ ગોગોઈની હાર
આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થવાની સાથે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ગઢ જાેરાહાટ બેઠક પરથી દિગ્ગજ ઉમેદવારની મોટા માર્જીનથી હાર થઈ છે. આસામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની જાેરહાટ બેઠક પરથી હાર થઈ છે, તેમની સામે ભાજપના ઉમેદવાર હિતેન્દ્ર નાથ ગોસ્વામીએ ૨૦,૦૦૦થી પણ વધુ મતોથી જીત મેળવી છે.જાેરહાટા વિધાનસા ક્ષેત્રના પરિણામમાં ગૌરવ ગોગોઈને ૪૬,૨૫૭ મત મળ્યા છે, જ્યારે હિતેન્દ્ર ગોસ્વામીને ૬૯,૪૩૯ મત છે.
પશ્ચિમ બંગાળના વિજયોત્સવમાં ગુજરાત ભાજપનું ભવ્ય યોગદાન
પશ્ચિમ બંગાળની ૨૯૩ બેઠકો પૈકી ૨૦૦ જેટલી બેઠકો પર ભાજપાએ સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે. ત્યારે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલેી આ ચૂંટણીમાં ગુજરાત ભાજપાના અનેક અગ્રણીઓ ચૂંટણી પ્રચાર તેમજ રણનિતીમાં સક્રિય રહ્યા હતા. વડોદરાના સાંસદ અને પ્રદેશ ભાજપા યુવા મોરયાના અદ્યક્ષ ડો. હેમાંગ જાેષી અને યુવા ભાજપાના અગ્રણીઓ પણ ચૂંટણી પ્રચારમાં પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાના વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવા હતી. અને ગુજરાત ભાજપાના અગ્રણીઓ જે વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર અભિયાન અને રણનિતીની ધુરા સંભાળી હતી. તેમાં મોટાભાગની બેઠકો પર ભાજપાના ઉમેદવારોનો વિજય થયો હોવાનું જાણવા મળે છે.
પેટાચૂંટણીમાં ગુજરાત, નાગાલેન્ડ, ત્રિપુરામાં ભાજપ અને કર્ણાટકમાં કોંગ્રેસની જીત: બારામતીમાં દ્ગઝ્રઁનો વિજય
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની સાથે કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સાત બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઉમરેઠ, નાગાલેન્ડના કોરીડાંગ અને ત્રિપુરાના ધર્મનગરમાં બેઠકો જીતી છે. દરમિયાન, કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ મેતીએ કર્ણાટકની બાગલકોટ બેઠક જીતી લીધી છે. દરમિયાન, એનસીપી ઉમેદવાર અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રની બારામતી બેઠક પર લગભગ બે લાખ મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે.
અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું: મોદી
પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ ૧૯૮ સીટ અને ટીએમસી આશરે ૯૦ સીટો પર આગળ ચાલી રહી છે. આ વચ્ચે ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીની નજીકની સહયોગી સાયોની ઘોષના નિવેદને સ્પષ્ટ કરી દીધું કે તેમણે હાર સ્વીકાર કરી લીધી છે. એક્સ પોસ્ટમાં તેમણે કહ્યું કે અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું. ટીએમસી સાંસદે લખ્યું- ‘ઈઝ્રૈંના અંતિમ અપલોડની પ્રતીક્ષા છે. જાેય બાંગ્લા. આ ચૂંટણી પ્રચારમાં સાયોની ઘોષ મમતા બેનર્જી બાદ મોટો ચહેરો હતો. તે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર હુમલા કરી રહી હતી અને બંને નેતાઓને બાહરી નેતા ગણાવી રહી હતી. કોલકત્તામાં મતદાન કર્યા બાદ તેમણે કહ્યું હતું કે સફેદ સાડી અને ચપ્પલમાં મમતા બેનર્જી બંગાળની જનતા સાથે છે અને જનતા પણ મમતા દીદીની સાથે ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભાજપના હાથમાંથી જમીન ખસકી ગઈ છે, મમતા બેનર્જી લડશે અને જીતશે.
Loading ...
