લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
વડોદરા |
2178
સાવલી તાલુકાના લાંછનપુરા ગામે મહિસાનગર નદીમાં ચાર મિત્રો સાથે નહાવા ગયેલો યુવક પાણીમાં તણાઈ જતાં ચકચાર મચી ગઇ હતી,તેને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.જાે કે મોડી સાંજ સુધી તેનો મૃતદેહ મળ્યો ન હતો.
સાવલી તાલુકા ના લાછનપુરા ગામે પસાર થતી મહીસાગર નદી માં વડોદરા થી ચાર મિત્રો સાથે આવેલો યુવક નાહવા પડતા પાણી માં ગરકાવ થઈ તણાઈ ગયો હતો બનાવની જાણ સાવલી પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી યુવકની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે ,
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાવલી તાલુકાના લાંછનપુરા ગામે તેવામાં આજરોજ બપોરના સમયે સંતોષ ડી. કોકરે ઉમર આશરે ૨૦ રહે માંજલપુર અલવાનાકા વડોદરા પોતાના ચારથી પાંચ મિત્રો સાથે નાહવા આવ્યો હતો અને મહિસાગર નદીમાં તણાયો હતો.પોતાના ચાર મિત્રો સાથે નદીમાં નહાવા આવ્યો હતો અને ન્હાતી વેળાએ ઊંડા પાણીના પ્રવાહમાં ગરકાવ થયો હતો બનાવના પગલે સાથી મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તણાઈ ગયેલા યુવકની શોધખોળ આદરી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ડુબેલા યુવાન ની શોધખોળ શરૂ કરી હતી અને સમગ્ર નદીમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું આ લખાય છે ત્યાં સુધી હજી સુધી યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી પ્રાથમિક વિગતો મુજબ યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને નવલખી મેદાન પર રમીને સાવલી ખાતે મહીસાગર નદીમાં નાહવા આવ્યા હતા અને આ બનાવ બન્યો હતો પ્રાથમિક વિગતો મુજબ મૃતક સહિત બે ભાઈ અને એક બહેન પરિવારના સભ્યોમાં છે તેવામાં બનાવની જાણ પરિવાર ચિંતામાં ગરકાઈ ગયું હતું.