દિલ્હીમાં ઈમારતમાં ભીષણ આગ, ૯નાં મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026  |   3762

રાજધાની દિલ્હીના શાહદરામાં ધનાઢ્ય વિસ્તાર ગણાતા વિવેક વિહારમાં ચાર માળની બિલ્ડિંગમાં રવિવારે વહેલી સવારે કથિત એસી બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર મહિલાઓ સહિત ૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગની કેટલીક બેદરકારી પણ સામે આવી છે, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો છે..

મળતી વિગતો મુજબ, ચાર માળની બિલ્ડિંગમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ અનેક ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૯ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી હતી, જાેકે તેઓએ અનેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ અત્યાર સુધીમાં લગભગ ૧૫ લોકોને સુરક્ષિત બાહર કાઢી લીધા છે.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે, વિવેક વિહાર ફેઝ-૧માં ચાર માળની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, તે અનેક ફ્લેટોમાં પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એસી બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે લાગવાની આશંકા છે. જાેકે હજુ ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

એવી વિગતો સામે આવી છે કે, બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોએ પોતાનો જીવ ખોવો પડ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ધાબાનો દરવાજાે બંધ હતો. આ ઉપરાંત બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. એટલું જ નહીં, ફ્લેટોની ગેલેરી સહિત અનેક બાજુએ લોખંડની ગ્રીલ લાગેલી હતી, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પડકારો ઉભા થયા હતા. આવા જ કેટલાક કારણોથી લોકો પોતાનો જીવ બચાવી શક્યા નથી. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.દિલ્હીના ફાયર ઓફિસર મુકેશ વર્માએ કહ્યું કે, સવારે ૩.૪૭ કલાકે આગ લાગી હોવાનો કોલ આવ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે પાછળના રસ્તેથી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેલેરીઓમાં લોખંડની ગ્રીલ લાગેલી હોવાથી ટીમ જઈ શકી ન હતી. પછી ટીમે આગળની તરફથી અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. આ દર્દનાક ઘટનામાં ૯ લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં ફસાયેલા ૧૫ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે તેમાંથી બે લોકોને સામાન્ય ઈજા થઈ છે.

મૃત્યુ ૫ામેલાની યાદી

પહેલા માળે મૃત્યુ પામ્યા:

૧. શિખા જૈન, નવીનની પત્ની; ઉંમર ૪૫ વર્ષ

બીજા માળે (પાછળ) મૃત્યુ પામ્યા

૧. છોટે લાલના પુત્ર અરવિંદ જૈન (૬૦),

૨. અનિતા જૈન (૫૮), અરવિંદ જૈનના પત્ની

૩. નિશાંત જૈન (૩૫), અરવિંદ જૈનના પુત્ર

૪. નિશાંત જૈન (૩૩), નિશાંત જૈનના પત્ની

૫. માસ્ટર આકાશ જૈન, નિશાંત જૈનના પુત્ર, ઉંમર ૧.૫ વર્ષ

ત્રીજા માળે મૃત્યુ પામ્યા - એક જ પરિવારના સભ્યો

૧. પતિ - નીતિન જૈન; ઉંમર આશરે ૫૦ વર્ષ

૨. પત્ની - શૈલી જૈન; ઉંમર આશરે ૪૮ વર્ષ

૩. પુત્ર - સમ્યક જૈન; ઉંમર આશરે ૨૫ વર્ષ

ઘાયલ: નવીન જૈન; ઉંમર ૪૮ વર્ષ

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution