લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026 |
સુરત |
2178
શહેરના પુણાગામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સિલ્વર ચોક ખાતે એક બિલ્ડિંગના ચોથા માળે સાડીના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. ગોડાઉનમાં કેમિકલયુક્ત મટિરિયલ હોવાથી આગ ભીષણ બની ગઈ હતી. જેને પગલે ઘૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાવા લાગ્યા હતા અને ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ પાંચ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ભીષણ આગમાં મોટા પ્રમાણમાં સાડીઓ અને ડ્રેસ મટિરિયલનો જથ્થો બળી ગયો હતો.