રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ : ૬૮ મુસાફરનો બચાવ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, મે 2026  |   3762

મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે વહેલી સવારે તિરુવનંતપુરમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી. ૬૮ મુસાફરોને લઈને જતી કોચને ૧૫ મિનિટમાં ખાલી કરાવી લેવામાં આવી હતી અને કોઈ જાનહાનિ થઈ નથી.તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહેલી ટ્રેન નંબર ૧૨૪૩૧ના બી-૧ કોચમાં સવારે ૫.૧૫ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ટ્રેન રતલામ જંકશનથી સવારે લગભગ ૩.૪૫ વાગ્યે રવાના થઈ હતી. આ ઘટના બાદ, રેલવેએ આગનું કારણ જાણવા માટે ઉચ્ચ-સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. ટ્રેન ગાર્ડે સૌપ્રથમ ડબ્બામાંથી આગ નીકળતી જાેઈ અને લોકોમોટિવ પાઇલટને જાણ કરી, જેના પગલે ટ્રેનને રોકી દેવામાં આવી અને તાત્કાલિક સ્થળાંતર પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી.રેલવે અધિકારીઓએ તાત્કાલિક ઓવરહેડ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દીધો છે. આ ઘટનાથી દિલ્હી-મુંબઈ રેલ રૂટ પર ટ્રેન અવરજવર પર અસર પડી હતી, છ ટ્રેનો પર અસર પડી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution