અમેરિકામાં મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશ, 4 લોકોના મોત
06, ઓગ્સ્ટ 2025 એરિઝોના   |   3069   |  

એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે કોઇ ટેકનિકલ ખરાબીને કારણે વિમાન હવામાં જ ક્રેશ થયું

અમેરિકાના એરિઝોના રાજ્યના નાવાજો નેશન વિસ્તારમાં મેડિકલ ટ્રાન્સપોર્ટ કરતું નાનું પ્લેન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા.

મળતી વિગતો મુજબ અમેરિકાના એરિઝોનાના નાવાજો વિસ્તારમાં મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન અચાનક ક્રેશ થયું હતુ અને તેમાં આગ લાગી હતી. આ ઘટનમાં વિમાનમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા છે. આ દુ્ર્ઘટનામાં સામેલ વિમાન બીચક્રાફ્ટ કિંગ એર 300 હતુ. જે સીએસઆઇ એવિએશન કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ વિમાન ન્યુ મેક્સિકોના અલ્બુકર્ક શહેરથી ઉડાન ભરી હતી. વિમાનમાં બે પાયલોટ સાથે બે સ્વાસ્થ્ય કર્મીઓ સવાર હતા.

મળતા અહેવાલ મુજબ વિમાન ચિનલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતુ અને બાદમાં ગંભીર હાલતમાં દર્દીને લઇને પાછાં આલ્બુક્રક ફરવાનુ હતુ. પરંતુ એરપોર્ટ પર લેન્ડ કરતા સમયે કોઇ ટેકનિકલ ખરાબીને કારણે વિમાન હવામાં જ ક્રેશ થઇ ગયુ અને વિમાનમાં અચાનક આગ લાગી. પ્લેનક્રેશની ઘટનામાં 2 પાયલોટ અને 2 સ્વાસ્થ્યકર્મીના મોત નીપજ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution