05, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
5049 |
અમેરિકા પર જ ભારે પડશે ટેરિફ?
ટ્રમ્પના પહેલા કાર્યકાળનો પ્રોજેક્ટ 'મેક ઇન અમેરિકા' હતો. બીજી ઈનિંગમાં ટ્રમ્પ આ નીતિને લઈને વધુ મહત્વાકાંક્ષી બન્યા છે. તેમણે અમેરિકાની વેપાર નીતિને વિદેશ નીતિ સાથે જોડીને દુનિયાને પોતાની રીતે ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની 'મેક ઇન અમેરિકા' નીતિ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આત્મનિર્ભરતા વધારવા માટે 'મેક ઇન ઇન્ડિયા' જેવી જ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપી, આયાત ઘટાડી અને રોજગારી ઊભી કરવાનો છે. જોકે, ટ્રમ્પે આ નીતિને ટેરિફ વોરમાં ફેરવી નાખી છે.
ટ્રમ્પ માને છે કે ઊંચા ટેરિફ અને નીતિગત ફેરફારોથી કાર, સાધનો અને અન્ય વસ્તુઓનું ઉત્પાદન અમેરિકામાં જ થશે. આનાથી અમેરિકનોને વધુ પગારવાળી નોકરીઓ મળશે અને ઔદ્યોગિક ક્ષેત્ર મજબૂત બનશે.
ટ્રમ્પ 'મેક ઇન અમેરિકા'ના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ટેરિફ વોરનો ઉપયોગ કરવા માગે છે. તેઓ માને છે કે અમેરિકાએ તેના વેપારી ભાગીદારોને બિનજરૂરી છૂટછાટો આપી છે અને જો બાઈડનની નીતિઓને તેના માટે જવાબદાર ગણે છે. આ નીતિઓ બદલવા માટે, ટ્રમ્પ અન્ય દેશોની વિદેશ નીતિને પોતાના હિત મુજબ ચલાવવા માગે છે.
જોકે, સોફ્ટવેર, મેનેજમેન્ટ થી લઈને ટેક્સટાઈલ સહિત અનેક સેક્ટરમાં ભારતનો દબદબોલ છે. ત્યારે અમેરિકા પરજ ટેરીફ ભારે પડશે? તેવી શક્યતા પણ કેટલાક જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે.