મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રિ નદી પરના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ
06, ઓગ્સ્ટ 2025 મુંબઈ   |   1980   |  

પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 21 પૈકી 17 પુલનું કામ પૂર્ણ થયું

મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના વડોદરા જીલ્લામાં વિશ્વામિત્રિ નદી પર પુલની કામગીરી પૂર્ણ થઈ છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ 17માં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે.

આ પુલની લંબાઈ 80 મીટર છે તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક નદીના પ્રવાહમાં સ્થિત છે અને બે નદીના કાંઠે છે.

વડોદરા એક સૌથી વ્યસ્ત શહેરી કેન્દ્ર છે અને શહેરમાંથી પસાર થતો એક પુલ નિર્માણ કરવા માટે વિશિષ્ટ યોજના, વડોદરા મહાનગર પાલિકા અને અન્ય સ્થાનિક પ્રાધિકારીઓ સાથે સંકલન જરૂરી હતું. બુલેટ ટ્રેનની લાઈનદોરી વિશ્વામિત્રિ નદીમાંથી વડોદરા વિસ્તારમાં અને આસપાસમાં 9 અલગ અલગ સ્થળોએ પસાર થાય છે. મુખ્ય નદીના પુલ ઉપરાંત, બાકી આવેલા 8 ક્રોસિંગમાંથી 3 ક્રોસિંગ પહેલેથી જ પૂર્ણ થઈ ચુક્યાં છે અને અન્ય સ્થળોએ તાત્કાલિક નિર્માણ કાર્ય ચાલુ છે.

નદીના પુલની મુખ્ય વિશેષતાઓમાં આ પુલની લંબાઈ 80 મીટર છે. તેમાં ૪૦ મીટરના બે સ્પાન છે. બ્રિજના પીલર્સની ઊંચાઈ 26 થી 29.5 મીટર અને ત્રણ ગોળાકાર પીલર્સ 5.5 મીટર વ્યાસના છે. જેમાં દરેક પીલર્સ પર 1.8 મીટર વ્યાસ અને 53 મીટરની લંબાઈવાળા 12 પાઇલ્સ મૂકવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 3 કિમી દૂર છે.

વડોદરા જીલ્લામાં ઢાઢર નદી પરના પૂલની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution