મહેસાણા-

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. વિસનગર પ્રાંત અધિકારીએ ડેરીની ચૂંટણી અધિકારી તરીકે માહિતી પ્રકાશિત કરી હતી. ડેરી ચૂંટણીની મતદાર યાદીમાં કુલ 15 બેઠકમાં 11 મંડળો અને 1126 મતદારો નોંધાયા છે. મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં આગામી 5 જાન્યુઆરી 2021ના દિવસે ચૂંટણી યોજવાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે 14 ડિસેમ્બર 2020ના દિવસ થી 26 ડિસેમ્બર સુધી 11 દિવસ ઉમેદવારી પ્રક્રિયા કરવામાં આવશે. આ સાથે જ હરીફ ઉમેદવારોની યાદી અને ચિહ્નો ફાળવણી કરાશે. જોકે હાલમાં 20 ડિસેમ્બરથી ઉમેદરવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં છેલ્લા છ દિવસમાં 15 બેઠકો માટે કુલ 123 ઉમેદવારો માટે કુલ 132 ફોર્મ ભરવામાં આવ્યા છે.મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મહેસાણાના પેટા નિયમ 35(1) (અ) (1) મુજબ સંયોજિત મંડળીઓને પ્રતિનિધિમાંથી કડી, કલોલ, ગોજારીયા, સિદ્ધપુર અને ઊંઝા સ્ત્રી અનામત જ્યારે ખેરાલુ-વડનગર-સતલાસણા, ચાણસ્મા, બેચરાજી, પાટણ, વાગડોદ, મહેસાણા, માણસા, વિજાપુર, વિસનગર, સમી અને હારીજ સામન્ય બેઠકો રાખવામાં આવી છે. જ્યારે વિભાગ 2 માં સંઘના પેટ નિયમ (1) (અ) (2) મુજબ દુધના જથ્થા પ્રમાણે ખેરાલુ-સતલાસણા, માણસા, વિજાપુર અને વિસનગરનો સમાવેશ થયો છે.