લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026 |
2079
અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી છે. વધતા માર્ગ અકસ્માતો, બ્લેક સ્પોટ ગણાતા એક્સિડેન્ટ ઝોનની વાસ્તવિક સ્થિતિ હવે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. શહેરમાં દર વર્ષે હજારો અકસ્માતો થાય છે અને અનેક લોકોના મોત થાય છે, છતાં કાયદાનું પાલન કરવામાં લોકો હજુ ઘણા પાછળ હોવાનું જણાઈ આવે છે. છેલ્લા ૧ વર્ષમાં ૪૦ લાખથી વધુ અમદાવાદીઓ સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો આપવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સૌથી વધુ સિગ્નલ તોડવાના કેસોમાં વધારો જાેવા મળ્યો છે. ત્યારબાદ ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, હેલ્મેટ વિના ફરતા વાહનચાલકો ટ્રાફિકનાં નિયમોનો ભંગ કર્યાનું આંકડાકીય માહિતીથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ શહેરમાં પોલીસ અને એએમસી દ્વારા વિવિધ વિસ્તારોને “એક્સિડેન્ટ ઝોન” અથવા “બ્લેક સ્પોટ” તરીકે ઓળખવામાં આવ્યા છે, જ્યાં વારંવાર અકસ્માતો સર્જાય છે. ખાસ ઈસ્કોન રોડ, પીરાણા રોડ, નરોડા, નારોલ, ઓઢવ સહિત અનેક વિસ્તારો અકસ્માતો ઝોનમાં આવે છે.
ટ્રાફિક સૂત્રો મુજબ અમદાવાદ શહેરમાં વર્ષ ૨૧-૨૨-૨૩માં ૨૯ બ્લેક સ્પોટ્સ, વર્ષ ૨૩-૨૪માં ૨૮ બ્લેક સ્પોટ્સ, વર્ષ ૨૪-૨૫માં ૨૬ બ્લેક સ્પોટ્સ નોંધાયા છે. અમદાવાદમાં વર્ષ ૨૩-૨૪-૨૫માં ૨૬ બ્લેક સ્પોટ્સ જૂના વાડજ સર્કલ, વિજય ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા થી રાજીવ ગાંધી ભવન (ગીતા મંદિર બસ સ્ટેન્ડ), નહેરૂ બ્રિજથી સીદ્દી સૈયદ મસ્જિદ, ઠક્કરનગર ચાર રસ્તા, નરોડા પાટિયા, અદાણી સર્કલ થી રામોલ ટોલનાકું, સીટીએમ ચાર રસ્તા, ઓઢવ રિંગ રોડ, રબારી કોલોની ચાર રસ્તાથી અજય ટેના છસ્જી બસ સ્ટેન્ડ, જશોદાનગર ચાર રસ્તા, રોપડા ચાર રસ્તા, પીરાણા ચાર રસ્તા, પીરાણા-પીપળજ રોડ, નારોલ સર્કલ (ફ્લાયઓવર અને પોલીસ સ્ટેશન સહિત), લાંભા (ભમ્મરિયા કૂવા, આકૃતિ ટાઉનશીપ), જુહાપુરા ચાર રસ્તા થી વિશાલા સર્કલ, શાંતિપુરા ચાર રસ્તા, બોપલ વકીલ સાહેબ બ્રિજ, વિશાલા સર્કલ થી શાસ્ત્રી બ્રિજ, આંબલી બસ સ્ટેન્ડ, નરિમાનપુરા થી સરખેજ ઢોળકા સર્કલ, પકવાન જંક્શન થી થલતેજ અંડરપાસની શરૂઆતમાં, ઈસ્કોન રોડ, રૂસ્ઝ્રછ ક્લબ થી દિવ્ય ભાસ્કર ઓફિસ, ઉજાલા સર્કલ (ગીતા મંદિર બસ સ્ટેશન) નોંધાયા છે. ટ્રાફિકનું ભારે દબાણ, ઓવરસ્પીડિંગ, ખામીયુક્ત રોડ ડિઝાઇન અને વાહનચાલકો દ્વારા નિયમોના ઉલ્લંઘનને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવે છે.
વર્ષ ૨૦૨૫માં ૪૩૬ ફેટલ (જીવલેણ), ૮૧૨ ગંભીર, ૧૭૯ સામાન્ય, ૨૭૯ (નોન-ઈન્જરી) નુકસાનનાં ગુના નોંધાયા હતા. જેમાં ૪૪૫નાં મૃત્યુ થયા હતા, ૯૪૪ને ગંભીર ઈજા પહોંચવી, ૪૦૦ને સામાન્ય ઈજા સહિત ૧૭૮૯ લોકો વાહન અકસ્માતનો ભોગ બન્યા હતા. વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીમાં ફેટલ, ગંભીર, સામાન્ય અને નોન-ઈન્જરી (નુકસાન)નાં ૧૩૩ ગુના, ફેબ્રુઆરીમાં ૧૫૨, માર્ચમાં ૧૭૦, એપ્રિલમાં ૧૫૨ ગુના સહિત ૬૦૭ અકસ્માતનાં ગુના નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીમાં અકસ્માતથી મોત નિપજવુ, ગંભીર ઈજા પહોંચવી કે સામાન્ય ઈજા થઈ હોય તેવા ૧૨૮ ગુના નોંધાયા હતા. ફેબ્રુઆરીમાં ૧૫૭, માર્ચમાં ૧૯૧, એપ્રિલમાં ૧૫૦ સહિત ૬૨૬ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં છેલ્લા ૧ વર્ષમાં ટ્રાફિક ઈ-ચલણ ૧૫ જેટલા ગુનાઓનો ભંગ કરવા બદલ ૪૦ લાખથી વધુ લોકોને ૨૬૦ કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અકસ્માત ઝોન વિસ્તારોમાં સ્પીડ બ્રેકર, રંબલ સ્ટ્રીપ, ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ, રિફ્લેક્ટિવ સાઈનેજ, પોલીસ પેટ્રોલિંગ અને ઝ્રઝ્ર્ફ મોનિટરિંગથી અકસ્માતોને નિવારવા પગલા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં પોલીસ અને પ્રશાસને હજુ અસરકારક પગલાં ભરવાની જરૂર છે.
નોંધાયેલા કેસો વસૂલાયેલી રકમ
સિગ્નલ તોડવા ૬૩૮૪૮ ૩૭૦૮૬૦૦૦
ગેરકાયદે પાર્કિંગ ૫૩૫૨૫૮ ૩૪૬૪૭૩૦૦૦
રોંગ સાઈડ ડ્રાઈવિંગ ૧૮૬૦૧૮ ૩૭૩૯૪૬૫૦૦
હેલ્મેટ વિના ૨૭૨૨૬૬૨ ૧૩૬૧૩૩૧૦૦૦
મર્યાદિત સીટ થી વધુ લોકોને બેસાડવા ૨૧૬૫૧ ૧૨૯૯૯૫૦૦
સીટબેલ્ટ વગરના ૭૯૪૩૩ ૩૯૭૧૬૫૦૦
મોબાઈલનો ઉપયોગ કરવો ૨૦૨૮૯ ૧૦૩૫૭૫૦૦
ઓવરસ્પીડ ૭૬૬૮૧ ૧૭૯૩૬૪૫૦૦
ડાર્ક ફિલ્મ ૨૫૮૪૭ ૧૫૬૯૪૦૦૦
૨ વ્હીલર પર ૩ને બેસાડવા ૩૦૩૧૬ ૩૦૩૧૬૦૦
લાયસન્સ વિના ૨૭૪૪૩ ૬૦૮૫૧૦૦૦
વીમા કે પરમિટ વગરના વાહન ૧૦૯૯૦૧ ૯૦૨૨૨૦૦૦
૧૮ થી નીચેના (વાહન ચલાવવુ) ૪ ૧૦૦૦૦
ફેન્સી નંબર પ્લેટ ૪૨૬૫૮ ૧૫૨૩૫૮૦૦
અન્ય ગુના ૭૪૫૫૮ ૫૭૪૭૪૪૦૦
ટોટલ ૪૦૧૬૫૬૭ ૨૬૦૩૭૯૩૩૦૦
બ્લેક સ્પોટ્સ એટલે શું?
રોડ પર બ્લેક સ્પોટ એ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કે મુખ્ય જિલ્લા માર્ગ તેજમ અન્ય રસ્તાઓનો લગભગ ૫૦૦ મીટરનો વિસ્તાર જેમાં છેલ્લા ૩ કેલેન્ડર વર્ષ દરમિયાન ૫ માર્ગ અકસ્માતો (ત્રણ વર્ષમાં મળીને મૃત્યુ કે ગંભીર ઇજાઓ) થયા છે અથવા છેલ્લા ૩ કેલેન્ડર વર્ષો (૨૦૨૩-૨૪-૨૫) દરમિયાન ૧૦ કે તેથી વધુ મૃત્યુ (ત્રણ વર્ષમાં મળીને) થયા છે. કુલ મળીને ૫ કે વધુ ગંભીર માર્ગ અકસ્માતો અથવા ૧૦ કે વધુ મૃત્યુ થયા હોય.