લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026 |
2574
સમગ્ર રાજ્યને હચમચાવી નાંખે તેવો કિસ્સો ખેડામાં બહાર આવ્યો છે. એક સગીરાને ત્રણ ત્રણ વર્ષ સુધી પીંખવામાં આવી હતી.. અનેક જગ્યાએ લઇ જઇને તેની ઉપર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ યુવકના પ્રેમમાં પડેલી સગીરાને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય તે તેને ત્રણ ત્રણ વર્ષ સુધી નરકની યાતના ભોગવવી પડેશે... એક નહીં પણ નવ નવ નરાધમોએ આ યુવતીને જુદાં જુદાં સ્થળે બોલાવીને તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું હાલમાં સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેને આઘાતમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાેકે સગીરાના હાલત અત્યંત દયનિય હોવાનું જાણવા મળે છે. હાલમાં તો આ તમામ નરાધમો જેલના સળિયાની પાછળ છે પરંતુ તેમના કરતૂતોએ સમાજને હચમચાવી નાં!ખ્યો છે. ફક્ત ખેડા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે.
ખેડા તાલુકામાં નવ મુસ્લિમ યુવકો દ્વારા ૧૭ વર્ષીય સગીરાને ત્રણ વર્ષ સુધી સતત પીખવામાં આવી હતી. જાેકે આ ઇસમોનો ત્રાસ વધતાં કંટાળેલી સગીરાએ સમગ્ર બાબતે પોતાની માતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓની અટક કરવામાં આવી હતી. શનિવારે તમામ આરોપીઓને રિ- કન્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડામાં રહેતા પરિવારની ૧૭ વર્ષની દીકરીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ સ્થાનિક ૮ મુસ્લિમ યુવકો દ્વારા ૩ વર્ષથી તેની ઉપર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. નરાધમો રોજેરોજ દીકરીને પીંખતા હતા. અલગ અલગ જગ્યાએ લઇ જઇને દીકરી પર દુષ્કર્મ આચરનાર ઇસમોએ શાળામાં ચાલતાં મધ્યાહન ભોજનના શેડમાં લઇ જઇને પણ દીકરીનું શિયળ લૂંટ્યું હતું. આ અતિ સંવેદનશીલ ઘટના ધ્યાને આવતાં જ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને તેમને શનિવારે રિ-કન્સ્ટ્રક્શન માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠાં થયા હતા. હાલમાં આ મામલે ખેડા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપી
પરવેઝખાન અનવરખાન ઉર્ફે મુનાવરખાન પઠાણ (ઉ.વ.૨૩) - માહિરખાન યાકુબખાન પઠાણ (સિપાઈ) (ઉં.વ. ૨૪) - ફૈઝાનખાન ઝહીરખાન પઠાણ (ઉં. વ. ૨૩) - તૌફિકખાન ઉર્ફે તૌસીકખાન હુસેનખાન પઠાણ (સિપાઈ) (ઉં. વ. ૨૩) - અયાનખાન લીયાકતખાન પઠાણ (સિપાઈ) (ઉ.વ.૧૯) - મોઈન ખાન ફિરોઝ ખાન પઠાણ (સિપાઈ) (ઉં.વ. ૨૨) - મારૂફખાન ઉર્ફે નુરાની મુબારકખાન પઠાણ (ઉ.વ.૨૫) - સલમાનખાન આરીફખાન પઠાણ (ઉ.વ.૨૬) - સાહીલ લીયાકતખાન ઉર્ફે દાઉદ પઠાણ (પકડવાનો બાકી)