ઍરક્રાફ્ટ કેરિયર અબ્રાહમ લિંકન પર મિસાઈલ હુમલો : ઈરાનનો દાવો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   2079

ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકી એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના પછી તેને તે વિસ્તાર છોડીને પોતાની પોઝિશન (સ્થિતિ) બદલવી પડી હતી. ઈરાની સેનાના જણાવ્યા અનુસાર, નૌકાદળે ‘કાદેર’ ક્રૂઝ મિસાઈલોથી આ કેરિયરને નિશાન બનાવ્યું હતું. આ હુમલા બાદ અમેરિકી નૌકા કાફલાને પોતાની સ્થિતિ બદલવાની ફરજ પડી હતી. ઈરાની નૌકાદળના પ્રમુખ શહરામ ઈરાનીએ જણાવ્યું હતું કે, અમેરિકી કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જેવો આ કાફલો મિસાઈલ રેન્જમાં આવશે, તેના પર વધુ શક્તિશાળી હુમલા કરવામાં આવશે. જાેકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી અને અમેરિકા તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.દરમિયાન સીએનએનના રિપોર્ટ મુજબ, અમેરિકી સેનાની ૮૨મી એરબોર્ન ડિવિઝનના આશરે ૧,૦૦૦ સૈનિકો આગામી દિવસોમાં મિડલ ઈસ્ટ મોકલવામાં આવી શકે છે. ૮૨મી એરબોર્ન ડિવિઝન અમેરિકી સેનાની એક ખાસ યુનિટ છે, જે નોર્થ કેરોલિનામાં આવેલા તેના બેઝ પરથી માત્ર ૧૮ કલાકમાં વિશ્વના કોઈપણ ખૂણે તૈનાત થઈ શકે છે. આ ક્ષમતાને ઈમીડિયેટ રિસ્પોન્સ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે.

ઈરાનમાં હુમલાની અસર

• લગભગ ૧,૫૦૦ના મોત, ૧૮,૫૫૧ ઘાયલ.

• મૃતકોમાં ૮ મહિનાના બાળકથી લઈને ૮૮ વર્ષ સુધીના વૃદ્ધો.

• ૨૦૦ મહિલાઓના મોત થયા

• ૨૮ ફેબ્રુ.એ શાળા પરના હુમલામાં ૧૬૮ બાળકોના મોત.

• યુદ્ધમાં ૫૫ હેલ્થ વર્કર્સ ઘાયલ, જેમાંથી ૧૧ના મોત

    ઈઝરાયલે ૪ લાખ રિઝર્વ સૈનિકો ફરજ પર બોલાવ્યાં

ઈઝરાયલ સરકારે ૪ લાખ રિઝર્વ સૈનિકોને ફરજ પર બોલાવવાની મંજૂરી આપી દીધી છે. ઈઝરાયલની સેના (આઈડીએફ) એ સ્પષ્ટતા કરી છે કે આ સંખ્યા કુલ બોલાવવામાં આવનારા સૈનિકોની નિશ્ચિત સંખ્યા નથી, પરંતુ એક મહત્તમ મર્યાદા છે, જેને જરૂરિયાત મુજબ બદલી શકાય છે. સેનાના જણાવ્યા અનુસાર, આ ર્નિણય અલગ-અલગ મોરચે વધી રહેલા પડકારો અને યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution