ગાંધીનગરના રાયસણથી ગુમ આધેડે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026  |   1782

ગાંધીનગરના રાયસણથી ગુમ થયેલા આધેડે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું, પિકચર જાેવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ખાનગી નોકરી કરતા ૫૫ વર્ષીય આધેડ ગુરુવાર રાતથી રહસ્યમય સંજાેગોમાં ગુમ થયા હતા. જેમની લાશ આજે સવારે અડાલજની ઝુંડાલ નર્મદા કેનાલમાંથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ મામલે અડાલજ પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડે કેન્સરની બીમારીથી કંટાળીને મોત વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા અને ઓઢવ ખાતે ખાનગી નોકરી કરતા ૫૫ વર્ષીય આધેડ ગુરુવાર રાત્રિના સમયે ઘરેથી મુવી જાેવા જવાનું કહીને નીકળ્યા પછી ઘરે પરત નહીં આવતા આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. ત્યારે આજે આધેડની લાશ ઝુંડાલ કેનાલમાંથી મળી આવતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરના રાયસણના સાર્થક હેવનમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ ગુરુવાર રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ઘરેથી તપોવન સર્કલ પાસે ફિલ્મ જાેવા જઉં છું તેમ કહીને નીકળ્યા હતા. જેઓ મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આ બાબતની જાણ તેમના ભાઈ બિપિનકુમાર પટેલને શુક્રવારે સવારે કરવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ ગુમ થયેલ ભરતભાઈની શોધખોળ આદરી હતી. જેમાં સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા તેઓ રાત્રે ૯.૩૦ કલાકે સોસાયટીની બહાર ચાલતા જતા નજરે પડ્યા હતા. જેમની સગા સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસ કરવા છતાં પણ કોઈ ભાળ મળી ન હતી. આખરે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ દાખલ કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે ઝુંડાલ કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો હોવાની વર્ધી મળતા અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજ પ્રજાપતિ સહિતની ટીમ કેનાલ દોડી ગઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution