ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગામી 20 દિવસ માટે રાજ્યમાં કમોસમી વરસાદ, તોફાની પવન અને વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી કરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે અને ખેડૂતો તથા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી છે.