ભારતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે : હવામાન વિભાગ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, મે 2026  |   4158

દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું ૧ જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વખતે તે સમય પહેલા દસ્તક દઈ શકે છે. હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોનું માનવું છે કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ સાબિત થઈ શકે છે.

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિઓ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે અત્યંત અનુકૂળ બની રહી છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક લો-પ્રેશર એરિયા એટલે કે હળવું દબાણ સર્જાયું છે, જે આગામી થોડા કલાકોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. સાથે જ આ સિસ્ટમથી ચોમાસું ઉત્તર દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution