લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2025 |
19008
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ખાનગી હવામાન એજન્સી દ્વારા દેશમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે સામાન્ય કરતાં ત્રણ ટકા વધુ પડવાની શક્યતા દર્શાવામાં આવી છે. જેમાં આગામી જૂન મહિનાથી જ ચોમાસાની શરૂઆત થવાની ભીતિ વર્તાઈ રહી છે.
ખાનગી હવામાન એજન્સી મુજબ, લા લીનોની પરિસ્થિતિમાં બદલાવ જાેવા મળી રહ્યો છે, ત્યારે વર્ષ ૨૦૨૫માં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં ૧૦૩ ટકા વરસાદ પડવાની શક્યતા છે. આગામી જૂન અને સપ્ટેમ્બર, ૨૦૨૫ માં સામાન્ય કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે, જેમાં ૮૦ ટકા વરસાદની શક્યતા છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ અને ગોવામાં વધુ વરસાદ પડશે. જુલાઈ મહિનામાં પશ્ચિમ ભારતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે
જ્યારે ઑગસ્ટમાં દેશના મધ્ય અને પૂર્વીય રાજ્યો સામાન્ય કરતાં વધુ અને સપ્ટેમ્બર મહિનામાં મધ્ય અને પશ્ચિમના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં તમિલનાડુ, કોંકણ, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે. દેશભરમાં જૂનમાં ૬.૫ ઈંચનો ૯૬ ટકા, જુલાઈ મહિનામાં ૧૧ ઈંચનો ૧૦૨ ટકા, ઑગસ્ટ મહિનામાં ૧૦ ઈંચનો ૧૦૮ ટકા અને સપ્ટેમ્બર મહિનામાં ૬.૬ ઈંચનો ૧૦૪ ટકા અંદાજિત વરસાદ પડવાની શક્યતા છે.