ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   2673

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પધારેલા ભક્તોને ભગવાન સોમનાથની સાયંકાળની આરતીના સુંદર દર્શન થઈ શકે તે હેતુથી, મંદિર પરિસરમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો પેવેલિયનમાં વિશાળ ન્ઈડ્ઢ સ્ક્રીન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આરતી બાદ ભક્તોએ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરાયેલ વિશેષ ગીત અને ડોક્યુમેન્ટ્રી નિહાળી હતી. શ્રી સોમનાથ મંદિરનો યુગ-યુગાંતરનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવતો ૩ડ્ઢ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળીને સૌ ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution