લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026 |
વડોદરા |
1881
વડભેડ ગામના રહેવાસી ચંપાબેન બિંદેશભાઈ નામની મહિલાએ ઘરકંકાસમાં પોતાના ચાર બાળકો સાથે ગામના એક કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતી એક સ્થાનિક મહિલાની નજર પડતા તેણે તાત્કાલિક ગામના આગેવાન દીપસિંહભાઈ મૂળાભાઈ રાઠોડને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા જાેઈ દીપસિંહભાઈએ તુરંત જ બાજુના ગામના સંજયભાઈ નામના યુવકને ફોન કરીને બોલાવ્યા હતા. સંજયભાઈએ કોઈપણ ક્ષણનો વિલંબ કર્યા વગર કૂવામાં કૂદીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. તેમણે ભારે જહેમત બાદ માતા ચંપાબેન અને એક બાળકીને જીવિત બહાર કાઢ્યા હતા.ગામમાંથી એક મહિલાએ જાણ કરી કે ચંપાબેન બાળકો સાથે કૂવામાં કૂદ્યા છે. મેં તરત જ સંજયભાઈને જાણ કરી, જેમણે જીવના જાેખમે માતા અને એક દીકરીને બચાવી લીધા. પરંતુ અન્ય ત્રણ બાળકોને બચાવી શકાયા નથીઅન્ય ત્રણ બાળકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાેકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક સાથે ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોમાં પુત્રી પ્રિયંકા (૧૨ વર્ષ),પુત્ર ગિરિરાજ (૫ વર્ષ),પુત્ર રાજવીર (૨ વર્ષ)નો સમાવેશ થાય છે.