07, ડિસેમ્બર 2023
વડોદરા, તા. ૬
શહેરના જાહેર રોડ પર ગફલતભરી રીતે લોકોને વાહન હંકારવા મુશ્કેલી પડે તે રીતે પોતે મોઢે મુખાટા જેવા કાનવાળા હેલ્મેટ પહેરીને મોટરસાયકલ હંકારતા હોવાનો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં બંને વાહન હંકારનાર લોકોની અટકાયત કરવામાં આવી છે.
શહેરના જાહેર માર્ગો ેપર ભર બપોરના સમયે કમાટી બાગ રોડ પરથી સયાજીગંજ તરફ જવાના માર્ગે મોંઘીદાંટ મોટરસાયકલ લઇને બે યુવાનો બે અલગ અલગ મોટર સાયકલ સાથે માથે મુખાટા જેવા કાન વાળા હેલ્મેટ પહેરીને પૂરપાટ ઝડપે પોતાની મોટર સાયકલ હંકારતા હોવાનો વીડિયો વાયરલ થવા પામ્યો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે તેની તપાસ આરંભી હતી. વાયરલ થયેલા વીડિયોના આધારે સયાજીગંજ પોલીસે તપાસ શરૂ કરતા બંને યુવાનોની અટકાયત કરી હતી પોલીસે જે મોઘીદાટ બાઇક અને હેલ્મેટ પણ કબજે કર્યા હતા.