લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, મે 2026 |
3366
વડાપ્રધાનની પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ ભોપાલમાં મધ્ય પ્રદેશ લઘુ ઉદ્યોગ નિગમના નવનિયુક્ત અધ્યક્ષ સત્યેન્દ્ર ભૂષણ સિંહ મંગળવારે પદભાર ગ્રહણ કરવા માટે ઈ-રિક્ષાથી પહોંચ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ ડીડી બંસલ પણ લગભગ ૩ કિલોમીટર સાયકલ ચલાવીને હાઈકોર્ટ પહોંચ્યા હતા.
જાેકે, સત્યેન્દ્ર ભૂષણ સિંહ ભોપાલના અવધપુરી ખાતેના પોતાના ખાનગી આવાસથી જ્યારે ભાજપ કાર્યાલય માટે નીકળ્યા ત્યારે તેમના સમર્થકો કાર અને બાઇકથી સાથે ચાલી રહ્યા હતા. મધ્ય પ્રદેશ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના ઉપાધ્યક્ષ રાકેશ સિંહ જાદૌને પણ પદભાર ગ્રહણ કર્યો. તેમણે કહ્યું કે તેઓ પોતે ફક્ત ત્રણ લોકો સાથે ઈ-રિક્ષાથી ભાજપ કાર્યાલય પહોંચ્યા. બાકી કેટલા લોકો ગાડીઓથી આવ્યા, તેમને જાણકારી નથી. ઊર્જા મંત્રી પ્રદ્યુમ્ન સિંહ તોમર પણ ઈ-સ્કૂટીથી મંત્રાલય પહોંચ્યા હતા.મધ્ય પ્રદેશ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ પંકજ જાેશી, મધ્ય પ્રદેશ કુશ સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ પ્રભુ દયાલ કુશવાહાએ પણ પોતાનો કાર્યભાર સંભાળ્યો.
નોંધનીય છે કે ઇઝરાયલ-ઇરાન યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરી છે. સાથે જ ઇંધણ બચાવવા માટે જાહેર પરિવહન, કાર પૂલિંગ અને જરૂર પડ્યે વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવાની વાત કહી છે.
મધ્યપ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ ડીડી બંસલ પણ લગભગ ૩ કિલોમીટર સાયકલ ચલાવીને હાઈકોર્ટ પહોંચ્યા હતા.