મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૬ માટે મુંબઈ ઇન્ડિયન્સે રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, નવેમ્બર 2025  |   9207

મુંબઈ: મહિલા પ્રીમિયર લીગ ૨૦૨૬ માટે તમામ ટીમોએ ગુરુવારે તેમની રીટેન્શન યાદી જાહેર કરી છે. દરેક ટીમને વધુમાં વધુ ૫ ખેલાડીઓને રીટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ૫ ઉત્કૃષ્ટ ખેલાડીઓને રીટેન કરીને પાંચેય સ્લોટ ભર્યા છે, જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઈએ હરમનપ્રીત કૌર, નેટ-સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ, અમનજાેત કૌર અને જી. કમલિનીને રીટેન કર્યા છે. ઉઁન્ ૨૦૨૬ ની હરાજી ૨૭ નવેમ્બરે યોજાશે.મ્ઝ્રઝ્રૈં એ દરેક ટીમો માટે હરાજીની રકમ ૧૫ કરોડ રુપિયા નક્કી કરી હતી, અને રિટેન્સન માટે અલગ અલગ રકમ સેટ કરી હતી. પહેલા રીટેન્શનને ૩.૫ કરોડ રુપિયા, બીજી ૨.૫ કરોડ રુપિય, ત્રીજી ૧.૭૫ કરોડ રુપિયા, ચોથી ૧ કરોડ રુપિયા અને જાે કોઈ ટીમ પાંચમી ખેલાડીને રીટેન કરે છે, તો ઓછામાં ઓછી ૫૦ લાખ રુપિયાની પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે. અહીં આશ્ચર્યજનક વાત એ છે કે, મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌરને પોતાની પહેલી રિટેન નથી બનાવી. સ્ૈં એ નેટ સાયવર બ્રન્ટને ૩.૫ કરોડ રુપિયામાં પોતાની પહેલી રિટેનમેન્ટ આપી. હરમનપ્રીત કૌરને ૨.૫ કરોડમાં રિટેન કરવામાં આવી. હેલી મેથ્યુઝને ૧.૭૫ કરોડમાં રિટેન કરવામાં આવી અને મુંબઈએ ભારતની સ્ટાર ઓલરાઉન્ડર અમનજાેત કૌરને ૧ કરોડમાં રિટેન કરી હતી. મુંબઈએ ૧૭ વર્ષીય જી કમલિની નામની એક અનકેપ્ડ ખેલાડીને પણ રિટેન કરી, જેને ૬૦ લાખ મળશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution