વડોદરા, તા.૨૫

વડોરદા શહેરમાં છેલ્લાં પખવાડિયામાં રખડતા ઢોરોની અડફેટે એક વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સિવાય ત્રણ થી ચાર બનાવો બનતાં સફાળી જાગેલી પાલિકાની ઢોરપાર્ટી ફરી એકવાર એક્શનમાં આવી છે અને કામગીરીને વધુ સઘન બનાવાઈ છે. શહેરમાં ખાસ કરીને જે વિસ્તારમાં ઢોરોનો જમાવડો હોય છે તેવા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મંગળવારે ૩૪ જેટલા રખડતા ઢોર પકડીને ઢોરડબ્બામાં મોકલી આપ્યા હતા. ત્યારે આજે પણ દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં કામગીરી કરીને રપ જેટલા રખડતા ઢોર પકડયા હતા. પાલીકા તંત્ર દ્વારા ફરી એકવાર આ કામગીરી માટે ૮ ટીમો બે શીફટમાં કામે લગાડવામાં આવી છે.

પાલિકા દ્વારા ૩ ઢોરડબ્બાની કામગીરી આઉટ સોર્સ્િંાગથી એનજીઓને સોંપવા દરખાસ્ત

વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતા ઢોર પકડયા બાદ તેમને પાલિકાના ત્રણ વિવિધ ઢોરડબ્બામાં રાખવામાં આવે છે. આ ઢોરડબ્બાઓમાં પશુઓ, ગાયોની દેખરેખ, સાર-સંભાળ તેમજ અન્ય પાંજરાપોળ, ગૌશાળાઓમાં પશુઓને શિફટ કરવાની કામગીરી ઉપરાંત ઢોરડબ્બાના સ્થળે સેનિટેશન વગેરેની કામગીરી આઉટ સોર્સ્િંાગથી કરાવાય છે. ત્યારે શહેરમાં ત્રણ ઢોરડબ્બાની કામગરી આઉટ સોર્સ્િંાગથી વાર્ષિક રકમ રૂા.૧.૨૪ કરોડના ખર્ચે કરાવવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ છે. ઉપરાંત પશુઓ માટે સૂકા અને લીલા ઘાસની ખરીદી માટેના કામની મુદતમાં વધારો કરવા દરખાસ્ત રજૂ થઈ છે.