90 વર્ષથી કોલકાતાની જમીન નીચે છુપાયેલું ગુજરાતીનું રહસ્યમય Vault | British પણ રહી ગયા હેરાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, મે 2026 | 2871
કોલકાતાની જમીન નીચે આવેલું 90 વર્ષ જૂનું Calcutta Safe Deposit Vault આજે ફરી ચર્ચામાં છે. કચ્છના અંજારના ગુજરાતી વેપારી Amritlal Oza દ્વારા શરૂ કરાયેલ આ રહસ્યમય તિજોરીમાં એક સમય રાજા-મહારાજા અને મોટા વેપારીઓ પોતાનો કિંમતી ખજાનો રાખતા હતા. કહેવાય છે કે અહીં 8500થી વધુ લોકર છે અને 90 વર્ષમાં એક પણ મોટી ચોરીની ઘટના બની નથી. 2 ટનનો દરવાજો અને 20 ઇંચ લાંબી ચાવીઓ ધરાવતું આ વૉલ્ટ આજે પણ લોકો માટે રહસ્ય અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.