લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026 |
1980
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યુ. આ રેડિયો કાર્યક્રમનો ૧૩૪મો એપિસોડ છે. આ પહેલા ૧૩૩મો એપિસોડ ૨૭ એપ્રિલે પ્રસારિત થયો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાના એક અનોખા ડિજિટલ ડેટાબેસ પર પ્રકાશ પાડ્યો હતો. આ ડેટાબેસ ખાસ અભિલેખ પટલ પોર્ટલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી ભારતના ઇતિહાસ સાથે જાેડાયેલા ૨૦ કરોડથી વધુ કિંમતી દસ્તાવેજાે સુધી પહોંચ મળી શકે છે.
આજે મન કી બાતના ૧૩૪મા એપિસોડમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા જ ઝારખંડના રાંચીમાં નેશનલ સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં લગભગ ૮૦૦ એથ્લીટ્સે ભાગ લીધો હતો. આ બધા દેશભરમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ-અલગ ઇવેન્ટમાં ચાર નેશનલ રેકોર્ડ તૂટી ગયા. ગુરિન્દરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર - આ તમામે અલગ-અલગ કેટેગરીમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. હું સૌપ્રથમ તો તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, “મિત્રો, એક ઇવેન્ટ જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે, એ છે - ૧૦૦ મીટરની રેસ. માત્ર બે દિવસમાં ૧૦૦ મીટર રેસની પુરુષ કેટેગરીમાં નેશનલ રેકોર્ડ ત્રણ વાર તૂટી ગયો. જે બે એથ્લીટ્સે આ શાનદાર પ્રદર્શન કર્યું છે, તેમના નામ છે - ગુરિન્દરવીર સિંહ અને અનિમેષ કુજુર.”
પીએમ મોદીએ કહ્યું કે, આપણે સંગીતમાં જુગલબંધી જાેઈ છે, પરંતુ આ જુગલબંધી ખાસ છે કે એક પડકાર આપે છે અને બીજાે તે પડકારને ઉઠાવી લે છે. પછી, તેઓ ત્રીજી વખત તે કરે છે. તમારો વિષય ખૂબ જ રસપ્રદ રહ્યો છે. હું ઈચ્છું છું કે “મન કી બાત”ના શ્રોતાઓ તમારા વિશે અને તમે જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે વિશે જાણે.
એથ્લીટ અનિમેષ કુજુરે પીએમ મોદીના કાર્યક્રમમાં કહ્યું કે, “નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર છે. હું ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરનો નેશનલ રેકોર્ડ હોલ્ડર છું અને હું છત્તીસગઢથી આવું છું. હાલમાં હું ઓડિશાથી રમું છું. ગયા વર્ષે મેં એશિયન મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ મેડલ જીત્યો હતો. મેં એથ્લેટિક્સ ૨૦૨૧થી શરૂ કર્યું, જ્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. વડાપ્રધાન મોદીએ દેશમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ફરી એકવાર દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મારા પ્રિય દેશવાસીઓ, હાલમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે. આકરો તડકો, ગરમ પવન, આવા વાતાવરણમાં પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી પીતા રહો. જાે તડકામાં ક્યાંય બહાર જવું પડે એવું હોય તો થોડું ધ્યાન રાખીને જાવ. સરકારના વિવિધ વિભાગોએ જે ગાઈડલાઈન્સ જાહેર કરી છે, એ પણ ભૂલશો નહીં.
મિત્રો, આપણા દેશમાં ગરમી સામે લડવાનો ઉપાય ઘણીવાર રસોડામાંથી પણ મળે છે. તમે પણ જાેયું હશે કે જેમ-જેમ ગરમી વધે છે, તેમ-તેમ ઘરનું રસોડું પણ બદલાઈ જાય છે, રસોડાની વાનગીઓ પણ બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવામાં આવે છે, ક્યાંક દહીં જમવામાં આવે છે, તો ક્યાંક કાચી કેરી ઉકાળવામાં આવે છે અને પછી શરૂ થાય છે દેશી પીણાંની સીઝન.મોદીએ કહ્યું કે, દેશી પીણાંથી તમે પણ પરિચિત છો.