NEET UG પરીક્ષા:૧૪૦ પ્રશ્નો લીક પેપરમાંથી પૂછાય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026  |   4356

૬ના રોજ લેવાયેલી નીટ (યુજી) પરીક્ષાના પેપર લીક થવાની આશંકાએ જાેર પકડ્યું છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપની તપાસમાં જાણવા મળ્યું છે કે પરીક્ષાના બે દિવસ પહેલા એટલે કે ૧ મેના રોજ સીકરમાં એક ગેસ પેપર ફરતું થયું હતું. આ હાથથી લખેલા પેપરમાં કુલ ૩૦૦ પ્રશ્નો હોવાનો દાવો કરાયો છે, જેમાંથી ૧૪૦ પ્રશ્નો ૩ મેની અસલી પરીક્ષામાં બેઠા પૂછાયા હતા.નીટમાં દરેક સાચા પ્રશ્નના ૪ ગુણ હોય છે. ૧૪૦ પ્રશ્નો મેચ થવાનો અર્થ એ છે કે અંદાજે ૬૦૦ ગુણનું પેપર પરીક્ષા પહેલા જ બહાર આવી ગયું હતું. નીટની પરીક્ષા ૭૨૦ માર્ક્સની હોય છે. તપાસકર્તાઓનું કહેવું છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પણ તેના વિકલ્પોનો ક્રમ પણ અસલી પેપર જેવો જ હતો.એસઓજી ની તપાસમાં આ છેડો કેરળની મેડિકલ કોલેજમાં ભણતા અને ચુરુ (રાજસ્થાન)ના મૂળ નિવાસી એવા એક એમબીબીએસ વિદ્યાર્થી સુધી પહોંચ્યો છે. આ વિદ્યાર્થીએ ૧ મેના રોજ સીકરમાં તેના એક મિત્રને આ સામગ્રી મોકલી હતી. ત્યારબાદ તે કોચિંગ નેટવર્ક, પીજી સંચાલકો અને કરિયર કાઉન્સેલરો દ્વારા હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ હતી. શરૂઆતમાં આ પેપર ૨૦ હજારથી ૨ લાખ રૂપિયામાં વેચાયું હતું.
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution