લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુન 2026 |
2475
રાજ્યના ત્રણ મોટા શહેરો રાજકોટ, સુરત અને અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ યોજનાઓને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી આ વિસ્તારોમાં વિકાસની નવી તકો સર્જાશે. શહેરી વિકાસ વિભાગે આ અંગેની સત્તાવાર અધિસૂચનાઓ જાહેર કરી છે. સરકારની મુખ્ય મંજૂરીઓમાં સૌથી વધુ લાભ રાજકોટ શહેરને મળ્યો છે. રાજકોટની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૫૭ અને ૫૮ ઉપરાંત વાજડી ગઢ વિસ્તારની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૮૦ ને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજકોટના વિસ્તરણ અને આયોજનબદ્ધ વિકાસ માટે આ ર્નિણય મહત્વપૂર્ણ ગણાય છે.સુરત શહેર માટે પણ મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સુરતની ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૬૮ ને રાજ્ય સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત શહેર ઝડપથી વિકસતું હોવાથી આ યોજનાના અમલીકરણથી આસપાસના વિસ્તારોમાં રોડ, પાણી તથા ગટર જેવી પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે.અમદાવાદ શહેર માટે પણ સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના ખોરજ-ત્રાગડ વિસ્તારની ફાઇનલ ટાઉન પ્લાનિંગ યોજના નંબર ૪૦૯ ને પણ મંજૂરી આપવામાં આવી છે.
શહેરી વિકાસ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે આ મંજૂરીઓથી શહેરોમાં સુવ્યવસ્થિત વિકાસ થશે અને નાગરિકોને આધુનિક સુવિધાઓ મળી રહેશે.રાજકોટ માટે મંજૂર થયેલી યોજનાઓ શહેરના વિસ્તાર અને વસતીના દૃષ્ટિકોણે મહત્વ ધરાવે છે. ્ઁ યોજના નંબર ૫૭ અને ૫૮ ઉપરાંત વાજડી ગઢ વિસ્તારની યોજના નંબર ૮૦ને મંજૂરી મળવાથી સ્થાનિક વિકાસના નવા માર્ગો ખુલશે. સુરત માટે ્ઁ યોજના નંબર ૬૮ મહત્વપૂર્ણ છે, કારણ કે સુરત શહેરમાં સતત વસતી અને ઉદ્યોગિક વૃદ્ધિ થઈ રહી છે.અમદાવાદના ખોરજ-ત્રાગડ વિસ્તાર માટે ્ઁ યોજના નંબર ૪૦૯ની મંજૂરીથી શહેરના આ ભાગમાં સુવ્યવસ્થિત વિકાસની શક્યતાઓ વધશે. શહેરી વિકાસ વિભાગે જણાવ્યું છે કે આ યોજનાઓ અમલમાં આવ્યા બાદ રોડ, પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.આ તાજેતરના ર્નિણયો રાજ્યના ત્રણ મોટા શહેરોમાં સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલાં છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ્ઁ યોજનાઓની મંજૂરીથી સ્થાનિક નાગરિકોને આધુનિક સુવિધાઓ અને વધુ સારી જીવનશૈલીની આશા છે.