જયપુર-

રાજસ્થાનમાં રાજકીય ખેચતાણંને મામલે હાઈકોર્ટે સચિન પાયલોટ જૂથને 24 જુલાઇ સુધીનો સમય આપ્યો છે. હાઇકોર્ટે સ્પીકર સી.પી.જોશીને કહ્યું હતું કે તમે 24 જુલાઇ સુધી કોઇ કાર્યવાહી નહીં થાય. 24 જુલાઇએ ચુકાદો આપવો જોઇએ કે કેમ તે અંગે હાલમાં હાઇકોર્ટમાં ચર્ચા ચાલી રહી છે.

અધ્યક્ષની સૂચના સામે સચિન પાયલોટ જૂથ વતી અરજી કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી શુક્રવારે શરૂ થઈ હતી, હવે મંગળવાર સુધી તમામ પક્ષકારોએ પોતાની દલીલો રજૂ કરી છે. રાજસ્થાન હાઇકોર્ટમાં સુનાવણી મંગળવારે બપોરે 12 વાગ્યે પૂર્ણ થઈ હતી.હાઇકોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. હાઈકોર્ટે સ્પીકરને કહ્યું કે તમે 24 જુલાઇ સુધી ધારાસભ્યો વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરો.