હવે બાળકોના નામમાં ફેરફાર કરાવવા માટે એફિડેવિટની જરૂરિયાત નહીં રહે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, મે 2024  |   158895

ગાંધીનગર સરકાર દ્વારા બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા અંગે એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત બાળકોના આધાર કાર્ડના આધારે જન્મ પ્રમાણપત્રમાં નામ સુધારા માટે એફિડેવિટ કરાવવાની જરૂરિયાત નહીં રહે તેવો મહત્વનો ર્નિણય કરાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યના હજારો વાલીઓને મોટી રાહત મળશે. સરકારના આ ર્નિણયથી બાળકોના નામમાં ફેરફાર કરાવવા માટે હવે એફિડેવિટ ની જરૂરિયાત રહેશે નહીં. બાળકના આધાર કાર્ડના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્ર માં ફેરફાર માટે માત્ર અરજી કરવાની રહેશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા આ ર્નિણયથી રાજ્યના હજારો વાલીઓને ઘણી મોટી રાહત મળી શકશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના જન્મ પ્રમાણપત્રમાં નામ દર્શાવવા બાબતે વિસ્તૃત વિગતો સાથે એક પરિપત્ર કરાયો છે. આ પરિપત્રમાં જણાવાયુ છે કે, હવે આધારકાર્ડ મુજબ જન્મ પ્રમાણપત્રમાં બાળકના પુરા નામ સાથેનું જન્મ પ્રમાણપત્રની અરજદારને નકલ આપવાની થતી હોય છે, તે સમયે અરજદાર પાસેથી સુધારા જન્મ પ્રમાણપત્ર માટેની અરજી આપવાની રહેશે.. પરંતુ આ માટે વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારનું સોગંદનામું લેવાનું રહેતું નથી. તેમજ આ નામ સુધારા પ્રમાણપત્ર વિનામૂલ્યે આપવાનું રહેશે. આ પરિપત્રનો અમલ કરવા જિલ્લા કક્ષાએ સૂચનાઓ આપી દેવામાં આવી છે. સરકારના આરોગ્ય વિભાગના આ પરિપત્રને લઈ ને ‘ઈ-ઓળખ’ એપ્લિકેશન માં જન્મ પ્રમાણપત્ર માટેનું નવું ફોર્મેટ ઓપરેશનાલાઇઝ કરવામાં આવી રહ્યુ છે. જેમાં બાળકના જન્મ પ્રમાણપત્રની એન્ટ્રી કરતી વખતે બાળકના પૂરા નામની કોલમમાં પ્રથમ નામ (ફસ્ટ નેમ))માં બાળકનું નામ, મધ્ય નામ (મીડલ નેમ)માં બાળકના પિતાનું નામ અને અંતિમ નામ (લાસ્ટ નેમ)માં અટક લખવાની રહેશે અને ત્યારબાદ તમામ વિગતો સેવ કર્યા બાદ સર્ટિફિકેટ પ્રિન્ટ કરી આપવાની રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution