લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, એપ્રીલ 2026 |
3465
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે કહ્યું કે ન્યાયપાલિકામાં AIનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ટેકનોલોજી માત્ર મદદરૂપ થઈ શકે છે, જજની જગ્યા લઈ શકતી નથી. આ વાત તેમણે શનિવારે બેંગલુરુમાં એક કાર્યક્રમમાં કહી.
તેમણે કહ્યું કે AI નો ઉપયોગ કરતી વખતે સંતુલન જરૂરી છે. તેનાથી કામ ઝડપી અને સરળ બની શકે છે, પરંતુ ર્નિણય હંમેશા માનવીય વિચાર, અનુભવ અને બંધારણીય સમજથી જ થવો જાેઈએ. તેમણે ન્યાયિક અધિકારીઓને કહ્યું કે તેઓ AI થી પ્રભાવિત ન થાય અને પોતાની સ્વતંત્ર વિચારસરણી જાળવી રાખે.
આ નિવેદન તેમણે ‘રીઇમેજિનિંગ ધ જ્યુડિશિયરી ઇન ધ એરા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ વિષય પર કર્ણાટક સ્ટેટ જ્યુડિશિયલ ઓફિસર્સ એસોસિએશનના સંમેલનમાં આપ્યું. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને સુપ્રીમ કોર્ટના અન્ય જજ પણ હાજર હતા. CJI એ કહ્યું કે જેમ ન્યાયાધીશો જટિલ કેસોમાં વધુ સમય, વિચાર અને ધૈર્ય લગાવે છે, તેવી જ રીતે છૈં ટૂલ્સનો ઉપયોગ પણ સમજદારીપૂર્વક કરવો જાેઈએ. તેમણે કહ્યું કે યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આ ટૂલ્સ મદદ કરશે, પરંતુ ન્યાયાધીશનો સ્વતંત્ર ર્નિણય સૌથી મહત્વપૂર્ણ રહેશે. તેમણે તેના જાેખમો વિશે પણ ચેતવણી આપી.