હવે ગ્રામ પંચાયતો માત્ર રૂપિયામા ૨૦માં ૬૭ પ્રકારનાં પ્રમાણપત્રો કાઢી આપશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, જાન્યુઆરી 2025  |   2178

અંબાજી, રાજ્ય સરકાર ગ્રામપંચાયતોમાંથી અત્યાર સુધી મળતાં ૧૦ જેટલાં સર્ટિફિકેટ અને કામગીરી ગ્રામજનોને ગામડાંમાં જ ઘેરબેઠા ગ્રામપંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઈ-ગ્રામ સેવા મારફત વીસીઈ દ્વારા જ ૧૦ને બદલે હવે ૬૭ જેટલાં મહેસૂલ અને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગનાં પ્રમાણપત્રો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે નાગરિકોએ ઇ-ગ્રામ પંચાયત મારફત ફોર્મ ભરવાનું રહેશે અને પછી આ ફોર્મ જે તે તાલુકા કક્ષાના અધિકારીઓને સબમિટ થશે અને પછી તેમની સહી થઇને પરત આવતા નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે.ગ્રામપંચાયતોમાંથી સહેલાઇથી આવકના દાખલા સહિતનાં પ્રમાણપત્રો મળી રહે તેટલા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭-૦૮થી ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના મારફત ગ્રામપંચાયતોમાં વીસીઇ-વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત ઇ-ગ્રામ સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં દરેક પ્રમાણપત્ર દીઠ વીસીઇને કમિશન આપવામાં આવે છે અને તેના બદલામાં તેઓ ગ્રામજનોને સર્ટિફિકેટ કાઢી આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ગુજરાત ૨.૦ હેઠળ રાજ્ય સરકારે આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજસન્ટ (એઆઇ)નો ઉપયોગ કરીને સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે એ માટેની યોજના બનાવી છે. મહેસૂલ વિભાગની ૫૪ અને રા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ૧૩ મળીને કુલ ૬૭ સેવાઓ આપવાનો ર્નિણય લીધો છે. અત્યાર સુધી સાત-બારનો દાખલો,ગામનો નમૂનો, આવકનો દાખલો,રેશનિંગ કાર્ડ, રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું કે દાખલ કરવું, સિનિયર સિટિઝનનું પ્રમાણપત્ર,વિધવા સહાય પ્રમાણપત્ર સહિતનાં પ્રમાણપત્રો કાઢવામાં આવતાં હતાં. હવે મહેસૂલ વિભાગના વારસાઈ, સોલ્વન્સી, અધિનિવાસી,દારૂખાના વેચાણ માટેનો હંગામી પરવાનો, ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ-૭૩એએ હેઠળની મંજૂરી, સરકારી ખાતાની જમીનની માગણી, દારૂખાના વેચાણ-સંગ્રહ કરવાનો પરવાનો, સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યુ કરવો,લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૫ હેઠળની મંજૂરી બાબત(બિનખેતી), રાહતદરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માગણી, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવાનીમંજૂરી, નામફેર કરવા,એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાઇસન્સ આપવું સહિતના રેવન્યુ વિભાગના ૫૪ પ્રકારનાં પ્રમાણપત્ર અને મંજૂરી મેળવી શકાશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution