દિલ્હી-

હવે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવા માટે તમારે વધુ દસ્તાવેજોની જરૂર પડશે નહીં. કેન્દ્ર સરકારે ડીએલ બનાવવા માટે અનેક નિયમોનું સરળીકરણ કર્યું છે. જેનાથી લોકોની વ્યર્થ ભાગદોડ બચી જશે. આ નિયમો લાગુ કરવા માટે નોટિફિકેશન પણ બહાર પાડી દેવાયું છે. જેનાથી ડ્રાઈવિંગ લાઈસન્સની સાથેસાથે ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા પણ ઘણી સરળ બની જશે.

નવા નોટિફિકેશન મુજબ હવેથી આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવા માટે, લાઈસન્સના રિન્યૂઅલ માટે, ગાડીનું રજિસ્ટ્રેશન અને તેના સંબંધિત દસ્તાવેજોમાં એડ્રસ બદલવા માટે થશે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના કહેવા પર આ ફેરફાર થયા છે. તેની પાછળનો હેતુ DL અને કાર રજિસ્ટ્રેશનમાં ફેક એડ્રસ જોડતા રોકવાનો છે. હવે લોકો ઘરે બેઠા જ પોતાના કામ કરાવી શકશે. જો કોઈ ઓનલાઈન સેવા ઈચ્છતા હોય તો આધાર ઓથેન્ટિકેશનથી કામ થઈ જશે.