પરવટપાટિયાની ખાનગી હોસ્પિટલમાં નર્સનો ફાંસો ખાઈ આપઘાત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુન 2026  |   2277

સુરત શહેરનાં પરવટપાટિયા ખાતેની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય નર્સે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જાેકે નર્સેના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પરવટપાટિયા વિસ્તારની ખંડેલવાલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ૨૪ વર્ષીય મંજુલા પારુભાઈ રાઠવા નર્સ તરીકે ફરજ બજાવતી હતી. મુળ છોટા ઉદેપુરની મંજુલા રાઠવાનાં લગ્ન ત્રણ વર્ષ પૂર્વે જ થયાં હતાં અને હાલમાં તેના પતિ સહિત માતા પિતા પણ વતનમાં જ વસવાટ કરી રહ્યા છે. જ્યારે મંજુલા રાઠવા હોસ્પિટલમાં જ ફાળવવામાં આવેલ રૂમમાં રહેતી હતી. અલબત્ત, ગત રાત્રિનાં સમયગાળા દરમિયાન મંજુરા રાઠવાએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે મંજુલા રાઠવાની બાજુનાં રૂમમાં રહેતી અન્ય સહકર્મી જ્યારે વોશરૂમ જવા માટે ઉઠી ત્યારે તેણે મંજુલા રાઠવાનો મૃતદેહ પંખા સાથે લટકતો જાેયો હતો. ઘટના અંગે હોસ્પિટલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ મૃતક મંજુલા રાઠવાની આપઘાતનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution