વડોદરા,તા.૧૮

વિતેલા ચોવીસ કલાક દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં નવા ૧૬૭૦ કોરોના પોઝીટીવ કેસો નવા સાથે વિસ્ફોટ સર્જાયો હતો. સતત અને વધુ માત્રમાં વધી રહેલા કોરોનાના કેસોમાં સયાજી હોસ્પિટલમાં એક નર્સિસ સહિત ૭ જેટલા એમએલઓ તબિતત અધિકારી કોરોના સંક્રમિત બન્યા છે. આ સાથે રાવપુરા વિસ્તારની કોઠી પોળમાં રહેતા એક ૬૦ વર્ષીય વૃધ્ધાનું સયાજી હોસ્પિટલ તથા ગોત્રી હોસ્પિટલ સહિત ત્રણ દર્દીઓના માં કોવિડના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. તેમના કોરનાનાં પ્રોટોકોલ મુજબ કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ વિધી ક્રીયા કરવામાં આવી હતી. આજે નવા આવેલા કોરોના કેસોની કોરોના પોઝીટીવ દર્દીઓની કુલ સંખ્યા ૮૪૯૦૪ પર પહોંચ્યો હતો. શહરંમા ૮૨૧૦ દર્દીઓ એકટીવ હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં ૭૯૮૮ દર્દીઓ હોમ આઈસોલેશન તથા ૬૬૮૦ દર્દીઓને હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જાેકે આજે પણ સયાજી હોસ્પિટલમાં એક વૃધ્ધાનું આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ સાથે અવસાન થયું હોવા છતાં કોર્પોરેશન ડેથ કમિટી દ્વારા સત્તાવાર કોરોનામાં મોત થયાનું સમર્થન આપવામાં ન આવતાં કોરોનાનો મુત્યુ આંક ૬૨૪ પર સ્થિર રહ્યો છે. આજે ૬૪૫ જેટલા દર્દીઓને તબિયતમાં સુધારા આવતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓને કુલ સંખ્યા ૭૫૨૬૦ થઈ હતી. બીજી તરફ શહેરમાં કોરોના વધી રહેલા વ્યાથને પગલે મહાનગર પાલિકાની આરોગ્યની ટીમો છે. શહેર જિલ્લાના જેતલપુર, બાજવા, કિશનવાડી, દિવાળીપુરા, ગોત્રી, છાણી, ગાજરાવાડી, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામીપુરા, ફતેપુરા, અટલાદરા, માંજલપુર, બાપોદ, વાઘોડીયા, એકતાનગર, વિસ્તારોમાં કોરોના આરોગ્ય લક્ષી સર્વે સાથે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દિવસ દરમિયાન ૧૦,૩૬૭ જેટલા વ્યકિતઓ સેમ્પલોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરનાં ચાર ઝોન તથા વડોદરા રૂરલમાં ક્રમશ પશ્ચિમ ઝોન વિસ્તારમાં સાથે વધુ ૪૪૦, દક્ષિણ ઝોન વિસ્તારમાં ૩૯૨ ઉત્તર ઝોનમાંથી ૩૮૨ તથા પુર્વે ઝોન વિસ્તારમાંથી ૩૨૫ તથા વડોદરા રૂરલમાંથી ૧૩૧ વગેરે વિસ્તારોમાંથી કુલ ૧૬૭૦ કેસો નોંધાયા હતા. હાલ શિયાળાની સિઝનમાં શરદી ખાંસી ગળમાં બળતા તાવનો વાવર હોવાથી ઘેર ઘેર શરદી ખાંસી તથા તાવની બિમારીનાં ખાટલા હોવાની કોરોનાની દહેશતને પગલે સરકારી ખાનગી હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી લાઈનો પડી રહી છે.

રસીકરણ મહાઅભિયાન ઃ એક દિવસમાં ૬૫ હજારથી વધુ લોકોને રસી અપાઈ

વડોદરા ઃ મહાનગર પાલિકા દ્વારા આજે કોવિડ રસીકરણ માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ આશાવર્કરો, આંગણવાડીના કાર્યકરો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ શિક્ષણ વીભાગના કર્મચારીઓ અને એનજીઓ સાથે મળીને કુલ ૬૫૬૦૮ લોકોને રસી આપવામાં આવી હતી. જેમાં ૪૫૨૮૮ લોકોને રસીનો બીજાે ડોઝ ૧૫ થી ૧૮ વર્ષના ૧૧૦૮૦ કિશોરોને તેમજ ૯૨૪૦ લોકોને પ્રિકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.

સમરસ હોસ્પિટલમાં ૧૩ હજાર લીટર ઓકસીજન સ્ટોરજ તથા બે વેપોરાઈઝરની વ્યવસ્થા

વડોદરા શહેરમાં કોરોનાના ભરડામાં વ્યાય અને તેમાં સપડાય રહેલા દર્દીઓની સંખ્યાને કેન્દ્રમાં રાખી પોલીટેકનીકની સમરસ હોસ્પિટલમાં ખાતે ઓએસડી ડો. વિનોદરાવ, ભાજપ પ્રદેશના મહામંત્રી, ભાર્ગવ ભટ્ટ, તથા કાઉન્સીલર ડો. શિતલ મિસ્ત્રીના અગાથ પ્રયાસોથી કેમકોન સ્પેશ્યાલીસ્ટ કેમીકલ કંપની દ્વારા દર્દીઓને ઓક્સીજનના સુવિધા હેતુ રૂા. ૨૫ લાખનાં ખર્ચે ૧૩ હજાર લીટરની બલ્ડ લીકવડ ઓફીસની સ્ટોરજ ટેન્ક તથા ૨ વેપોરાઈઝરની સ્થાપના કરી સમરસ હોસ્પિટલમાં અનુદાન આપ્યુ હતું. ઓકસીજનના વપરાશ દરમિયાન વેપોરાઈઝ પર બરફ જામવાને કોઈ તકલીફ ન પડે તે માટે ડો. શિતલ મિસ્ત્રીની સલાહ સુચનથી બે વેપોરાઈઝર નાખવામાં આવ્યા હતા. સમરસ હોસ્પિટલમાં છુટથી ઓક્સીજનનો વપરાશ કરી શકાય તેવી સુવિધા કરાય હતી.