લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
3663
ઈરાને કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે. અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી છે. કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે ‘ઠ’ પર એક પોસ્ટમાં કુવૈત એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, તેઓ શોકગ્રસ્ત પરિવારની સાથે-સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તમામ સંભવિત મદદ અને સહયોગ આપવા માટે કુવૈત પ્રશાસન સાથે સંકલન સાધી રહ્યા છે. કુવૈતે બુધવારે ત્યારે એર ટ્રાફિક સસ્પેન્ડ કરી દીધો, જ્યારે ઈરાનના હુમલામાં ‘ટર્મિનલ વન’ને નિશાન બનાવવામાં આવ્યું. આ હુમલાથી જાનમાલનું નુકસાન થયું અને એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે.