સેગવા રાજપીપળા માર્ગ પર બીથલી નજીક અકસ્માત - એકનુ મોત

શિનોર

સેગવા રાજપીપળા માર્ગ પર ના બીથલી નજીક ૩ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માત માં બીથલી ના યુવાનનું સ્થળ પર મોત સેગવા રાજપીપલા માર્ગ પર નીકળી નજીક બે ક્રુઝર અને બોલેરો પીક અપ વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં બીથલીના યુવાનનું સ્થળ પર મોત થયું જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત સેગવા રાજપીપળા માર્ગ પરના રંગ સેતુ પોઈચા પુલના સમારકામ અંગેના કામમાં કન્ટ્રકશન નું કામ કરતાં ભાનુપ્રસાદ બલવીર સિંગ ની સાથે બીથલી ગામના નિશાંત મહેન્દ્રભાઈ પટેલ ની મિત્રતા હોય તારીખ ૨૩ ના રોજ રાત્રે શેઞવા જવા બોલેરો પીકઅપ લઈને નીકળ્યા હતા અને બીથલી ગામ નજીક સરકારી ટ્યુબવેલ નજીકથી પસાર થઈ રહ્યા હતા આ સમયે પુરઝડપે આવી રહેલી ક્રુઝરગાડીને ટક્કર મારી અકસ્માત કર્યો હતો આ સમય પાછળથી અન્ય બીજી ક્રુઝર ના ચાલકે પણ બોલેરો ગાડીને ટક્કર મારતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બોલેરો ગાડી ની બાજુમાં બેઠેલા બીથલીના યુવાન નિશાંત પટેલ નું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બોલેરો ચાલક ભાનુપ્રસાદને સામાન્ય ઈજા પહોંચી હતી ને બચાવ થયો હતો અકસ્માતની ઘટેલી ઘટના બાદ બંને ક્રુઝરચાલકો ફરાર થઈ ગયા હતા બનાવના સંદર્ભે શિનોર પોલીસ ગાડી માં ફસાયેલા નિશાન પટેલ ના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે નજીકની મોટાફોફડીયા હોસ્પિટલ ખાતે ખસેડી ને બોલેરો પીકઅપ ચાલકની ફરિયાદ નોંધીને બંને ક્રુઝરગાડી ના ફરાર થયેલા ચાલકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરીને કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution