એક દેશ, એક ચૂંટણી અને સીમાંકન બિલ ફરી સંસદમાં રજૂ થઈ શકે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુન 2026  |   3366

જ્યારે સંસદમાં લોકસભાની બેઠકોના સીમાંકનને લગતું બિલ લાવવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસી જેવા તમામ વિપક્ષી પક્ષોનાગઠબંધનના ૨૩૦ સાંસદોએ એક થઈને તેનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે ONOE (એક દેશ, એક ચૂંટણી) અને સીમાંકન બિલ ટૂંક સમયમાં ફરી એકવાર સંસદમાં રજૂ થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ  (TMC) ) અને તમિલનાડુમાં દ્રવિડ મુન્નેત્ર કઝગમ જેવા મોટા પ્રાદેશિક પક્ષોને તાજેતરમાં મળેલી ચૂંટણી હાર વચ્ચે ભાજપ આ મામલે મોટો પ્લાન ઘડી રહ્યું છે. સરકાર ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ રજૂ કરી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવું સીમાંકન બિલ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે. અગાઉ વિપક્ષનો મુખ્ય વિરોધ એ હતો કે, સરકારે મહિલા અનામત કાયદાને લોકસભાની બેઠકો વધારવાના વિવાદિત મુદ્દા સાથે જાેડી દીધો હતો. આ સાથે જ દક્ષિણના રાજ્યોને ડર હતો કે, વસ્તીના આધારે બેઠકો નક્કી થવાથી ઉત્તર ભારતની સરખામણીએ તેમની બેઠકો ઓછી થઈ જશે.તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ બાદ ભાજપના પ્રયાસો તેજ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુમાં હાર બાદ ડ્ઢસ્દ્ભ કેટલાક મુદ્દાઓ પર ભાજપ સાથે વાતચીત કરવા તૈયાર હોવાનું જણાય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution