09, જુલાઈ 2020
100782 |
દાહોદ, તા. ૮
દાહોદ જિલ્લાના એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) ના પ્રોજેક્ટ ડાયરેક્ટરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, જે ખેડૂત લાભાર્થી પાસે દેશી ગાય હોય, પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય અને દેશી ગાયના છાણ-મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા નમૂના નંબર ૮-અ મુજબ કોઇ એક જ લાભાર્થીને દેશી ગાય નિભાવ ખર્ચ પેટે \. ૯૦૦ પ્રતિ માસ સહાય મળવા પાત્ર થશે. આ યોજના હેઠળ દેશી ગાય સિવાય અન્ય કોઇ પણ જાતોની ગાયને લાભ મળવાપાત્ર નથી. તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને જીવામૃત, બીજામૃત, નીમા†, દશપર્ણી દવા વગેરે બનાવવા માટેની કિટ ખરીદી કરવા માટે \. ૧૩૫૦ ની મહત્તમ મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. તેમની અરજી કરવા માટે ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર તા. ૧૫/૦૮/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી તેની Âપ્રન્ટ મેળવી અરજદારે તેની ઉપર સહી કે અંગૂઠો કરી જ\રી સાધનિક કાગળો જેવા કે ૮-અ ની નકલ સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક તેમજ બેંક પાસબુકની નકલ કે રદ કરેલ ચેક સાથે જે તે ગામના ગ્રામ સેવક, આત્મા તાલુકાના સ્ટાફ કે જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્ર, દાહોદ ખાતે જવાનું રહેશે.