લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026 |
2178
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને રાજકોટમાંથી કુલ ૧૩ આરોપીઓને પકડી ૬૩૧.૮૬ કરોડ રૂપિયાથી વધુના સાયબર ફ્રોડના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ ટીમે છેલ્લા ચાર દિવસમાં કુલ ચાર ગુના દાખલ કરી ૧૩ આરોપીઓને પકડ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ અલગ-અલગ પેઢીના નામે મ્યુલ બેંક એકાઉન્ટો ખોલાવી, તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી, રોકડ રૂપાંતર કર્યા અને આંગડિયા મારફતે નાણાં હેરફેર કર્યા હતા.આ ગુનાહિત નેટવર્ક પોર્ટલ પર ચકાસતા સમગ્ર દેશમાં ૯૮૨ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે, જેમાં ગુજરાતમાંથી ૭૭, મહારાષ્ટ્રમાંથી ૧૩૭, કર્ણાટકમાંથી ૧૨૬, ઉત્તરપ્રદેશમાંથી ૮૭, તમિલનાડુમાંથી ૮૩ સહિત કુલ ૨૦૦થી વધુ હ્લૈંઇ નોંધાઈ છે.તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ સૌરઠ ઓવર્સીસ, જેવી પેઢીઓના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા. તેઓએ ટેલીગ્રામ ગ્રુપો અને બ્રિચ ડેટાબેઝમાંથી બેંક કસ્ટમર આઈ.ડી. મેળવી, લોકોને ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી, ઓટીપી મેળવી પાસવર્ડ બદલી, ખાતા હેક કરી નાણા કાઢી લીધા હતા.આ આરોપીઓએ કુલ ૪૫ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો, જે પોર્ટલ પર ચકાસતા ૯૮૨ ફ્રોડ કેસો સાથે જાેડાયેલા હોવાનું જાણવા મળ્યું. આરોપીઓએ ઓનલાઈન ફાઇનાન્સિયલ ફ્રોડ, ઈન્ટરનેટ બેંકિંગ ફ્રોડ યુપીઆઈ ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ અને ડિપોઝિટ ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા.