વડોદરા, તા.૧૦ 

ખંડેરાવ માર્કેટ પાસે વેપારીઓ દ્વારા ખુદ વેપારીઓનો જ વિરોધ કહેરાતાં આશ્ચર્ય જન્મ્યું હતું. જેમાં માર્કેટના વેપારીઓ દ્વારા બીજા વેપારીઓ જેઓ કાયદાનું ઉલ્લંઘન કરીને એપીએમસીની જગ્યાએ સીધે સીધો દુકાનો પાસે વાહનો પાર્ક કરીને સીધો જ માલ ઉતારે છે એની વિરુદ્‌ધમાં વેપારીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેને લઈને વેપારીઓ જ ધંધાકીય સ્પર્ધાને લઈને એક બીજાની સામે આવી જતા ઘડીભરને માટે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલ ફળફળાદીના હોલસેલ અને સેમી હોલસેલ તથા રિટેઇલ વેપારીઓના ધંધાના સ્થળે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.