મંદિર તોડવાની ઘટનામાં ઘુંટણીયે આવ્યું પાકિસ્તાન, 150 લોકો વિરૂદ્ધ વિવિધ કલમ હેઠળ થશે કાર્યવાહી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓગ્સ્ટ 2021  |   2376

ઈસ્લામાબાદ-

પાકિસ્તાનમાં એક મંદિરમાં તોડફોડની ઘટના બની હતી ત્યારબાદ ભારતે તેનો વિરોધ કર્યેા હતો અને આ મામલે હવે પાકિસ્તાન ઘુંટણીયે આવ્યું છે. ગુવારે પાકના વડાપ્રધાન ઈમરાન ખાને મંદિરમાં થયેલી તોડફોડની નિંદા કરી અને મંદિર ફરીથી બનાવવાની વાત કરી હતી. પાક પીએમ ઈમરાન ખાને કહ્યું હતું કે મંદિરની તોડફોડમાં સંડોવાયેલા લોકોને આંકરી સજા કરવામાં આવશે.

ઈમરાન ખાને ટીટ કરી લખ્યું હતું કે, ભુંગ સ્થિત ગણેશ મંદિરમાં થયેલા હત્પમલાની ટીકા કરવામાં આવે છે. પંજાબ આઈજીને આ મામલે સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા અને કડક કાર્યાહી કરવા કહેવામાં આવ્યું છે. આ સિવાય મંદિરને સરકાર ફરીથી બનાવશે.વિદેશ મંત્રાલયના પ્રવાકતા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સંમદાયોની ધાર્મિક સ્વતંત્રતા પર થતા હત્પમલાને લઈને પોતાની ગંભીર ચિંતા વ્યકત કરી હતી અને પારિસ્તાની રાજનયિકને આ મામલે અવગત કર્યા હતા. પાકિસ્તાન પોલીસ તરફથી 4 ઓગસ્ટે સાંજે 5 વાગે આ FIR નોંધવામાં આવી છે. કેસની તપાસ ASIને આપવામાં આવી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમયારખાનમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડ અને આગ લગાવવાના મામલે ભોંગ શરીફ પોલીસ તરફથી 100-150 અજ્ઞાત લોકો વિરૂદ્ધ અલગ-અલગ 6 કલમમાં FIR નોંધવામાં આવી છે. આજે આ મામલાની સુનાવણી થશે.પાકિસ્તાનમાં હિંદુ પરિષદના અધ્યક્ષ અને નેશનલ એસેમ્બલીના સદસ્યએ ટ્વીટ કરી જણાવ્યુ કે ગણેશ મંદિર પર હુમલા બાદ સમારકામ કરવાનુ કામ પણ શરૂ કરી દીધુ છે. સિદ્ધિવિનાયક મંદિરમાં તોડફોડની ઘટનાને 24 કલાક કરતા વધારે સમય વીતી ગયા બાદ FIR નોંધવામાં આવી છે. તમામ FIR અજ્ઞાત લોકો વિરૂદ્ધ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ નામાંકિત વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો નથી જ્યારે વાયરલ વીડિયોમાં તોડફોડ કરનારના ચહેરા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. અગાઉ ગુરૂવારે સાંજે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દોષીઓના વિરૂદ્ધ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution