પાકિસ્તાનની લોકશાહીમાં તંદુરસ્તીની એકપણ નિશાની જાેવા મળતી નથી. ઈમરાનખાનના શાસનથી પાકિસ્તાનની પ્રજામાં એક આશા જાગી હતી અને છેલ્લી ચૂંટણીમાં તે જેલમાં હોવા છતાં તેમના પક્ષના સમર્થનમાં ઉભા રહેલા અપક્ષ ઉમેદવારોને જંગી મત મળ્યા હતા. પરંતુ ઈમરાનખાન અને તેના પક્ષ પાકિસ્તાન તહેરિકે ઈન્સાનનો કાંટો જડમુળમાંથી કાઢી નાંખવા માટે સરકાર હવે છેલ્લી પાયરી પર બેસતા અચકાય તેમ નથી.
એક વિવાદાસ્પદ પગલામાં, પાકિસ્તાન સરકારે જાહેરાત કરી હતી કે તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ ઇમરાનખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકશે. આ સાથે સરકાર તેમની અને તેમની પાર્ટીના બે વરિષ્ઠ સાથીદારો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધશે. ઈમરાનખાન હાલ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. તેમની સામે એપ્રિલ ૨૦૨૨માં વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા ત્યારથી તેમની સામે અનેક કેસ છે. સરકારના આ પગલા પર, પીટીઆઈએ સોશિયલ મીડિયા પર સરકારને વિનંતી કરી કે ‘પાકિસ્તાનના પાયાને હચમચાવે નહીં’.
પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર ડૉનના અહેવાલ મુજબ, માહિતી મંત્રી અતાઉલ્લા તરારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ચોંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, વિદેશી ભંડોળના કેસમાં, ૯ મેના રમખાણો અને સિફર એપિસોડ તેમજ યુએસમાં પસાર કરાયેલા ઠરાવને ધ્યાનમાં રાખીને, અમે માનીએ છીએ કે ઇમરાનખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ એટલે કે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે.આ માટે ખૂબ જ વિશ્વસનીય પુરાવા છે. પીટીઆઈ વિરુદ્ધ મોરચો શરૂ કરીને, સંઘીય સરકારે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવાનો અને તેના સ્થાપક ઈમરાનખાન અને પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ આરિફ અલ્વી વિરુદ્ધ કલમ ૬ હેઠળ દેશદ્રોહનો કેસ નોંધવાનો ર્નિણય લીધો છે. તરારે કહ્યું, આપણી ધીરજ અને સહનશીલતાને આપણી નબળાઈ માનવામાં આવે છે. પીટીઆઈ અને પાકિસ્તાન સહઅસ્તિત્વમાં રહી શકતા નથી. કારણ કે સરકાર દેશને રાજકીય અને આર્થિક રીતે સ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે તેના પ્રયાસોને તોડફોડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સંઘીય સરકાર પક્ષ પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
તરારે એ પણ જાહેરાત કરી કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ની આગેવાની હેઠળની સરકાર અને તેના ગઠબંધન ભાગીદારોએ નેશનલ એસેમ્બલીમાં પીટીઆઈને અનામત બેઠકો આપવાના સુપ્રીમ કોર્ટના ર્નિણય સામે સમીક્ષા અપીલ દાખલ કરવાનો ર્નિણય લીધો છે. મંત્રીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પીટીઆઈને રાહત આપી છે, જેણે તેની માંગ પણ કરી ન હતી. ગયા વર્ષે ૯ મેની ઘટનાઓમાં ભૂતપૂર્વ શાસક પક્ષની સંડોવણી અને પીટીઆઈના ભૂતપૂર્વ અથવા વર્તમાન નેતાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથેના પાકિસ્તાનના સોદાને તોડફોડ કરવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આ ર્નિણયો લેવામાં આવ્યા હતા.ડોન અખબારે તરારને ટાંકીને કહ્યું, ‘તમારા રાજકીય હિતોને ખાતર તમે દેશના રાજદ્વારી સંબંધોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને અમેરિકામાં પાકિસ્તાન વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો.’ સરકારનો આ ર્નિણય સુપ્રીમ કોર્ટે પીટીઆઈને અનામત સીટોના મામલામાં તેમજ ગેરકાયદેસર લગ્નના કેસમાં ઈમરાનખાનને રાહત આપ્યા બાદ આવ્યો છે. એક મહત્વપૂર્ણ ર્નિણયમાં, સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ઈમરાન ખાનની પીટીઆઈ રાષ્ટ્રીય અને ચાર પ્રાંતીય એસેમ્બલીઓમાં મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો માટે પાત્ર છે. જાે બેઠકો ફાળવવામાં આવે તો ૧૦૯ બેઠકો સાથે નેશનલ એસેમ્બલીમાં સૌથી મોટી પાર્ટી બની જાય તેમ છે.
Loading ...