પાકિસ્તાને 50,000 ટન ખાંડ આયાત માટે વૈશ્રિ્‌વક ટેન્ડર બહાર પાડ્યું
07, એપ્રીલ 2021 198   |  

દિલ્હી-

પાકિસ્તાનની સ્ટેટ ટ્રેડિંગ કંપની ટીસીપી (ટ્રેડિંગ કોર્પોરેશન ઑફ પાકિસ્તાન)એ ગત પાંચમી માર્ચના રોજ ૫૦,૦૦૦ ટન ખાંડની આયાત માટે વૈશ્રિ્‌વક ટેન્ડર બહાર પાડ્યું છે, પરંતુ તેમાંથી પાડોશી દેશ ભારતને બાકાત રાખવામાં આવ્યું છે જે પાડોશી દેશ પાકિસ્તાન માટે બદનસીબી હોવાનું ભારતીય ખાંડ ઉદ્યોગનું મંતવ્ય છે. નોંધનીય બાબત છે કે ટીસીપીએ ખાંડની આયાત માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડ્યું છે. અગાઉનાં ૫૦,૦૦૦ ટન ખાંડની આયાતના બન્ને ટેન્ડરો મુખ્યત્વે ઊંચા ભાવની બિડને કારણે રદ કરવા પડ્યા છે. ખાંડની ઉત્પાદનઘટ અનુભવી રહેલા પાકિસ્તાનમાં પુરવઠાખેંચને પગલે ત્યાંની સ્થાનિક બજારમાં ભાવ વધીને કિલોદીઠ પાકિસ્તાની રૂ. ૧૦૦ની સપાટીએ પહોંચ્યા છે.

ગત સપ્તાહે પાકિસ્તાનની ઈકોનોમિક કૉઓર્ડિનેશન કમિટીએ ભારતથી ખાંડ અને કપાસની આયાત માટે મંજૂરી આપતાં ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ખૂલવાનો આશાવાદ નિર્માણ થયો હતો, પરંતુ પાકિસ્તાનની ફેડરલ કેબિનેટે ર્નિણયને મંજૂરી આપવામાં પીછેહઠ કરી હતી. તેમ જ હવે બહાર પાડેલા ૫૦,૦૦૦ ટન ખાંડની આયાતના વૈશ્રિ્‌વક ટેન્ડરમાં વૈશ્રિ્‌વક પુરવઠાકારોને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કાર્ગો ઈઝરાયલ અથવા તો પ્રતિબંધિત દેશોના ઓરિજન ધરાવતા ન હોવા જાેઈએ. તેમ જ પુરવઠાકારોએ ૧૪ એપ્રિલ સુધી બિડ આપવની રહેશે અને ડિલિવરી કરાંચી બંદરે કરવાની રહેશે, એમ ટેન્ડરમાં જણાવ્યું છે. આ સંદર્ભે ટિપ્પણી કરતાં ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન (આઈસ્ટા)ના અધ્યક્ષ પ્રફુલભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે ભારતને ટેન્ડરમાંથી બાકાત રાખવો એ પાડોશી દેશની બદનસીબી છે. તમને ભારત સિવાય ઓછા નૂર ભાડાથી અને સારી ગુણવત્તાવાળી ખાંડ ઓછા ભાવથી ખાંડ કોણ આપી શકશે ?

આઈસ્ટાના મતાનુસાર હાલ ભારતીય ખાંડના જમીન અથવા તો પંજાબના માર્ગે સફેદ ખાંડના ભાવ ટનદીઠ ૩૯૮ ડૉલર (જેમાં ફ્રેઈટ ચાર્જ ઉપરાંત ગોદામ સુધીની ડિલિવરીનો સમાવેશ થાય છે.) આસપાસનો છે, જે અન્ય દેશનાં દરિયાઈ માર્ગનાં ભાવની સરખામણીમાં લગભગ ૨૫ ડૉલર ઓછા છે કેમ કે તેમાં પોર્ટ ક્લિયરન્સ ખર્ચ અને પોર્ટથી ગોદામ સુધીનાં ભાડાની પણ ગણના કરવી પડે. આમ માત્ર પરિવહનની દૃષ્ટિએ જ નહીં પણ જાે બ્રાઝિલથી ખાંડની આયાત કરવામાં આવે તો ૪૫ દિવસે પાકિસ્તાન પહોંચે, જ્યારે ભારતથી પાકિસ્તાન માત્ર ચાર દિવસમાં પહોંચે. અગાઉ ટીસીપીએ ખાંડની આયાતના બે ટેન્ડર રદ કર્યા હતા જેનું મુખ્ય કારણ ઊંચા ભાવ જ હતું, જેમાં દુબઈની અલ ખલીજે સૌથી નીચી ટનદીઠ ૫૪૦ ડૉલરની બિડ મૂકી હોવાનું આઈસ્ટાએ વધુમાં જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution