/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

PayTmના નુક્શાનમાં થઇ રહ્યો છે ઘટાડો, 3,629 કરોડની આવક

મુંબઇ-

ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પેટીએમની આવકમાં વધારો થયો છે. કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન તેની આવક વધીને 3,629 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

પેટીએમએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'અમે અમારા વેપારી ભાગીદારો માટે ડિજિટલ સેવાઓ બનાવવામાં ખૂબ રોકાણ કરી રહ્યા છીએ.' પેટીએમનું નુકસાન પણ સતત ઘટી રહ્યું છે અને કંપની આગામી બે વર્ષમાં નફાકારક થઈ શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે નાણાકીય સેવાઓ અને વેચાણના સાધનોના વ્યવહારોમાં મોટો વધારો થયો છે અને ખર્ચમાં ઘટાડો થવાને કારણે નુકસાન પાછલા વર્ષની તુલનામાં 40 ટકાનો ઘટાડો થયો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પેટીએમના પ્રમુખ મધુર દેવરાએ કહ્યું કે 2022 સુધીમાં કંપનીને નફામાં લાવવાનું લક્ષ્ય છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઇ), કરિયાણાની દુકાન વગેરેની માંગને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડ આધારિત પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ડિવાઇસીસના 2 લાખ યુનિટ વેચ્યા છે. કોરોના સંકટની વચ્ચે ડિજિટલ ટ્રાંઝેક્શનમાં વધારો થયો હોવાથી પેટીએમનો વ્યવસાય આ નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં વધુ વિકસી શકે છે. માર્ચથી લોકડાઉનમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધુ વધારો થયો છે, જેના પગલે પેટીએમ જેવી એપ્સના બિઝનેસમાં વધુ વૃદ્ધિ થઈ છે.

પેટીએમ સતત તેના ગ્રાહકોને સુવિધાઓ આપીને તેના વ્યવસાયને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. પેટીએમ પેમેન્ટ બેંક ટૂંક સમયમાં ચેકબુક સુવિધા શરૂ કરશે. પેટીએમ પેમેન્ટ બેંક ગ્રાહકોને કોઈપણ ચાર્જ અથવા લઘુત્તમ બેલેન્સ વિના બચત ખાતું ખોલવાની મંજૂરી આપે છે. જોકે તેમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા રાખી શકાશે.



સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution