PCIએ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ નવલ સિંહને હેરાનગતિના આરોપો પર બરતરફ કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026  |   3069


પેરાલિમ્પિક ચેમ્પિયન સુમિત એન્ટિલ દ્વારા લગાવવામાં આવેલા હેરાનગતિના આરોપો બાદ પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા એ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કોચ નવલ સિંહને બરતરફ કર્યા છે.PCI ના વડા દેવેન્દ્ર ઝાઝરિયાએ રવિવારે જણાવ્યું હતું.

બે વખતના પેરાલિમ્પિક ગેમ્સના મેડલ વિજેતા સુમિત એન્ટિલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કોચ નવલ સિંહ પર હેરાનગતિ અને અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુમિત એન્ટિલને ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાનો પણ ટેકો મળ્યો હતો. દેશના ટોચના ખેલાડીઓએ જીછૈં ને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં નવલ સિંહ પર માનસિક ઉત્પીડન અને વારંવાર અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૨૦૨૫ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહેલા સચિન યાદવને નવલ સિંહે નીરજ કરતા પહેલા કોચ બનાવ્યા હતા..SAI અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યા બાદ ૧૦ એપ્રિલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને લેખિત ફરિયાદ સુપરત કરવામાં આવી હતી.ટોક્યો ૨૦૨૦ અને પેરિસ ૨૦૨૪ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર સુમિત એન્ટિલે સૌ પ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે જીછૈં ના ડેપ્યુટી ડિરેક્ટર અરુણ લાલ અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ ના નેશ જાેહલ સમક્ષ કોચના વર્તન અંગે ફરિયાદ કરી હતી.SAI  અને પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા ના અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યા બાદ ૧૦ એપ્રિલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ને લેખિત ફરિયાદ સુપરત કરવામાં આવી હતી. ૨૦૧૫માં દ્રોણાચાર્ય પુરસ્કાર મેળવનાર નવલ સિંહે રાષ્ટ્રીય સ્તરના ભાલા ફેંકના ખેલાડીઓને તાલીમ આપવામાં અને યુવા કોચને માર્ગદર્શન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution