લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2026 |
2772
પેટ્રોલ ના વધતા જતા ભાવવધારા ના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ માં ઇથેનોલ મિશ્રણ માટે મંજૂરી આપતાં ના પગલે કેન્દ્ર ના જ ઉચ્ચ નેતાની પડદા પાછળ ભાગીદારી ના સંદેહ વ્યક્ત થતાં આણંદના સારસા ખાતે ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ઉત્પાદન માટે ફેક્ટરી પ્રસ્થાપિત કરવાના આયોજન કરાતાં સ્થાનિક શાસકીય નેતાઓ ની પણ મૂકસંમતીના પગલે સારસા ખાતે વિરોધના સૂર ઉઠતાં આજે કૈવલવાડી સારસા ખાતે ખાસ ગ્રામસભા યોજાઇ હતી.જયા સર્વાનુમતે સ્થાનિકો દ્વારા સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ સહિતના દ્વારા વિરોધ વ્યક્ત કરતાં આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ તથા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ વચ્ચે શાબ્દિક પ્રહારો થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ સરપંચ દ્વારા ઇથેનોલ ફેક્ટરીની મંજૂરી માટે નો ઠરાવ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર પેટ્રોલ ના વધતાં જતાં ભાવવધારા ના પગલે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કરવાની મંજૂરી આપતાં આણંદ નજીકના સારસા ખાતેના સીટી સર્વેનં ૧૩૮૩/૧ તથા બ્લોક સર્વેનં ૧૩૬૫-૧૩૬૯-૧૩૭૦/૧ વાળી ફળદ્રુપ જમીન પર ઇથેનોલ ફેક્ટરી પ્રસ્થાપિત કરવાની મંજૂરી આપતાં સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતાં આજે સારસા કૈવલવાડી ખાતે ખાસ સાધારણ ગ્રામસભા યોજવામાં આવી હતી.જેમા ઇથેનોલ ફેક્ટરી મુદ્દે વિરોધ વ્યક્ત કરી સતકૈવલ સંસ્થા ના અવિચલદાસ મહારાજ પણ વિરોધમાં જાેડાઇ આ પ્રકારના પ્લાન્ટ ઉભા થશે તો પર્યાવરણ ને તથા ખેતી ને નુકસાન થશે ના સંદેહ વ્યક્ત કરી જન આરોગ્ય સાથે ચેડાં થશેનો મત વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉઠેલ વિરોધ પગલે આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.જયારે પંથકના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલે આક્રમક વલણ અપનાવી સાંસદ સહિત સ્થાનિક વહીવટીતંત્ર ને આડેહાથ લઇ લોકોના આરોગ્ય અને જનજીવન સાથે ચેડાં કરવાનું સરકાર બંધ કરે.મોધવારીના માર મારતી સરકાર દ્વારા હવે ખેડૂતો ની જમીન ને આ પ્રકારના ઉદ્યોગ ઉભા કરી ખેતીને નુકસાન થાય અને ખેડૂતો દેવાદાર બની રહે તેવા પ્રયાસો સાંખી લેવામાં નહીં આવે નું જણાવતાં આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ અને જયંત પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં વાતાવરણ ગરમાવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે ગ્રામસભામાં ઉગ્ર વિરોધ વ્યક્ત થતાં ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ફેક્ટરી ને મંજૂરી આપતાં ઠરાવ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્રે ઇથેનોલ ઉત્પાદન ફેક્ટરી પ્રસ્થાપિત કરવામાં કેન્દ્રના ઉચ્ચ નેતા ની પડદા પાછળ ભાગીદારી હોય સ્થાનિક શાસકીય નેતાઓ દ્વારા ચૂપકીદી સેવવામાં આવી રહ્યા ની ચર્ચા જાેવા મળી હતી.